હવે 2 વર્ષ સુધી નહીં ભરવા પડે લોનના હપ્તા, કારણ જાણવા અહીં ક્લિક કરો

By | September 1, 2020

લોન મોરેટોરિયમની સમયમર્યાદા વધારવાની માંગણી વાળી બે અરજીઓ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી ત્રણ જજની બેન્ચ સુનાવણી કરી રહી છે. મંગળવારે કેન્દ્ર સરકાર તરફથી બેન્ચ સમક્ષ પ્રસ્તુત થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે લોન મોરેટોરિયમ બે વર્ષ સુધી લંબાવાઇ શકે છે.

સરકારે કયા ક્ષેત્રોને વધુ રાહત આપી શકાય તેની સૂચિ રજૂ કરી છે. પરંતુ થોડા જ ક્ષેત્રોમાં મળશે. હવે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી મોરેટોરિયમ અંગે સોમવારે એફિડેવીટ દાખલ કરવામા આવ્યું છે. તે અંગે બેન્ચે કહ્યું કે હજુ સુધી તેમની પાસે એફિડેવીટ આવ્યું નથી. ત્યારબાદ બેન્ચે સુનાવણી સ્થગિત કરી નાખી હતી. હવે બુધવારે આ મામલે સુનાવણી થશે. સરકારે લોન મુદત અંગે સુપ્રીમ કોર્ટમાં પોતાનું સોગંદનામું આપ્યું છે. 

બુધવારે વ્યાજ માફી ની સુનાવણી 

સુપ્રીમ કોર્ટમાં છ મહિનાના મોરેટોરિયમના સમય સુધીના વ્યાજની માફી અંગે પણ અરજી દાખલ કરવામા આવી છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી બેન્ચ કરી રહી છે. આ મામલે બેન્ચે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. બુધવારે આ બાબતે સુનાવણી કરવામાં આવશે.

છ મહિના સુધી મોરેટોરિયમની સુવિધા આપવામા આવી

ગયા માર્ચ મહિનામાં કોરોના સંકટને ધ્યાનમાં રાખીને, બેંકોએ રિઝર્વ બેંકની સૂચનાઓ પર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો જેમાં ત્રણ મહિના માટે મોરેટોરિયમની સુવિધા આપી હતી. આ સુવિધા 1 માર્ચ થી 31 મે સુધી ત્રણ મહિના માટે લાગૂ કરવામા આવી હતી. ત્યારબાદ RBIએ તેને ત્રણ મહિના માટે વધારીને 31 ઓગસ્ટ સુધી કરી નાખી હતી. આ રીતે કુલ છ મહિના સુધી મોરેટોરિયમની સુવિધા આપવામા આવી છે. 31 ઓગસ્ટે આ સુવિધા સમાપ્ત થઇ ગઇ છે.

2 thoughts on “હવે 2 વર્ષ સુધી નહીં ભરવા પડે લોનના હપ્તા, કારણ જાણવા અહીં ક્લિક કરો

  1. Ajay Bhai Chunara

    Lon naa hapta baki cha to Lon Vala hapta Magi Raya cha Gadi na hapta Mata ugrani kar cha ana damki aapa cha K Lon na hapta baro

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *