ક્રિકેટર MS Dhoni એ લોકડાઉનમાં ફિલ્ડ બદલી, ક્રિકેટના ગ્રાઉન્ડના બદલે ખેતરમાં ઉતર્યા

By | June 6, 2020

મહેન્દ્રસિંહ ધોની lockdown ના ખાલી સમયનો સદુપયોગ કરી રહ્યા છે. તેઓ આ દિવસોમાં જૈવિક ખેતીની લાક્ષણિકતાઓ શીખી રહ્યા છે. હમણાં જ તેમને ટ્રેક્ટર પણ ખરીદ્યું છે. મહેન્દ્રસિંહ ધોની lockdown ના કારણે તેમના વતન રાંચીમાં છે. હાલના સમયમાં તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેપ્ટન ટ્રેક્ટર ચલાવતાં નજર આવી રહ્યા છે. વીડિયોને Chennai super kings એ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.વીડિયોમાં મોંઘી મોંઘી કાર અને સ્પોર્ટ બાઈક ના શોખીન ધોની હવે ટ્રેક્ટર પર પોતાનો હાથ અજમાવી રહ્યા છે. વીડિયોમાં મહેન્દ્રસિંહ ધોની સાથે એક વ્યક્તિ પણ નજર આવી રહ્યા છે જે તેમને ટ્રેક્ટર ચલાવતાં શીખવી રહ્યા છે.

વિડીયો વાયરલ થતા ચાહકો વિચારી રહ્યા છે કે ધોની ટ્રેકટર ચલાવતા કેમ શીખી રહ્યા છે? શું તેમણે ટ્રેક્ટર ખરીદ્યું છે? હવે તેનું કારણ સામે આવ્યું છે. જાણવામાં આવ્યું છે કે તેમણે એક ખાસ ઇરાદાથી આ ટ્રેક્ટર ખરીદ્યું છે. જેવું કે તમે જાણો છો રાંચી માં ધોનીનું એક 7 એકરનું ફાર્મ હાઉસ છે. આ દિવસોમાં તેઓ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. ધોની એ ટ્રેક્ટર ફાર્મ હાઉસમાં ઓર્ગેનિક ફાર્મિંગ માટે ખરીદ્યું છે.

ધોની lockdown ના ખાલી સમયનો સદુપયોગ કરી રહ્યા છે. ખાલી દિવસોમાં તેઓ જૈવિક ખેતીની યુક્તિઓ શીખી રહ્યા છે. જોકે, તેમણે સોશિયલ મીડિયાથી દૂરી બનાવી છે. તેમની બધી ગતિવિધિઓની જાણકારી Chennai super kings ચાહકોને આપે છે.

જિક્યું ઇન્ડિયા ની ખબર મુજબ,ધોની એ આ ટ્રેક્ટર 8 લાખ રૂપિયામાં ખરીદ્યું છે. રિપોર્ટ મુજબ, આવવા વાળા દિવસોમાં‌ મહેન્દ્રસિંહ ધોની ઓર્ગેનિક ખેતી શરૂ કરવાના છે. તેમના ફાર્મ પર તરબૂચની ખેતી તો થઈ જ રહી છે હવે પપૈયાના ઝાડ પણ લગાવવામાં આવશે.

https://www.instagram.com/p/BRYkWEpjRXk/

આવવા વાળા દિવસો મા ફળો અને છોડ પણ લગાવાશે. આ જ કારણ છે કે ધોનીએ મહિન્દ્રા સ્વરાજ 963 એફઈ ટ્રેક્ટર ખરીદ્યું છે. આ ફાર્મ હાઉસમાં તેમણે શાનદાર ઘરની સાથે સાથે બાઈક માટે કાચ નુ ગેરેજ અને બહુ મોટું પાર્ક બનાવડાવ્યું છે. હવે તેમના કલેક્શનમાં ટ્રેક્ટર પણ સામેલ થઈ ગયું છે.

2 thoughts on “ક્રિકેટર MS Dhoni એ લોકડાઉનમાં ફિલ્ડ બદલી, ક્રિકેટના ગ્રાઉન્ડના બદલે ખેતરમાં ઉતર્યા

  1. Sagar Savani

    Super Activity….
    Keep it up..
    All the best for your website..

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *