PM મોદીની લદાખ મુલાકાત બાદ 3 જ દિવસમાં ચીની સેનાએ પીછેહઠ કરી

By | July 6, 2020

લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર ભારત અને ચીન વચ્ચેના તનાવમાં બંને દેશોની સેનાઓ પાછળ હતી હોવાના અહેવાલ છે. સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે ચીને તેના સૈનિકોને ઓછામાં ઓછા એક કિલોમીટર પાછળ ગલવાન નદી ખીણમાં ધકેલી દીધા હતા. 15 જૂને એલએસી પર થયેલી અથડામણથી ચીની આર્મી પેટ્રોલ પોઇન્ટ 14 થી 1.5 થી 2 કિમી દૂર થઈ ગઈ હોવાના અહેવાલ છે. ભારતીય સૈનિકો પણ પાછા આવ્યા અને બંને પક્ષના સૈનિકો વચ્ચે બફર ઝોન બનાવવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, ચીની સૈનિકોએ ગાલવાન નદીના વળાંકથી પીછેહઠ શરૂ કરી દીધી છે અને આ વિસ્તારમાંથી હંગામી માળખા અને તંબુઓ દૂર કરવામાં આવ્યા છે. હાલમાં, આ પ્રક્રિયા ફક્ત ગલવાન ખીણ પૂરતી મર્યાદિત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “અમારે એ જોવું રહ્યું કે પીછેહઠ અને તાણને ઘટાડવાની આ કાયમી, વાસ્તવિક પ્રક્રિયા છે કે નહીં.” સૂત્રોના જણાવ્યા અનુસાર બંને બાજુ હંગામી બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. તેની સેટેલાઈથી ચકાસણી પણ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અચાનક લદાખની મુલાકાતના ત્રણ દિવસ બાદ ચીની સેના પાછી ખેંચવાના સમાચાર આવી રહ્યા છે. લદ્દાખમાં પીએમ મોદીએ ચીનનું નામ લીધા વિના કહ્યું હતું કે “વિસ્તરણવાદનો યુગ પૂરો થઈ ગયો છે. આ વિકાસનો યુગ છે. ઇતિહાસ સાક્ષી છે કે વિસ્તરણવાદી શક્તિઓ કાં તો હારીછે અથવા પાછા ફરવાની ફરજ પડી છે”.

ગલવાન ખીણમાં લશ્કરી ઘર્ષણ પછી ભારત અને ચીન આર્મીના કમાન્ડર કક્ષાએ ત્રીજા રાઉન્ડની બેઠક બાદ બંને સૈન્યની પાછા ખેંચવાની વાત પ્રકાશમાં આવી રહી છે. ગાલવાન ખીણમાં લશ્કરી અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે ચીનના 40 થી વધુ સૈનિકોના મોત નિપજ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *