પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વિસ્તરણ, જાણો 80 કરોડ લોકોને કેવી રીતે થશે લાભ?

By | June 30, 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં મોટી જાહેરાત કરી અને કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. હવે આ યોજના દિવાળી અને છઠ પૂજા સુધી અમલમાં રહેશે. એટલે કે ગરીબોને નવેમ્બર 2020 સુધી સરકાર તરફથી મફત અનાજ મળવાનું ચાલુ રહેશે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના આ વિસ્તરણ પાછળ 90 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે.

જાણો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શું છે –

કોરોના વાયરસ સામેના યુદ્ધની ઘોષણા કરતા પીએમ મોદીએ માર્ચમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. આ સાથે, કેન્દ્ર સરકારે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજનાને પણ મંજૂરી આપી હતી, જેમાં 80 કરોડ લોકોને લાભ થશે. આ યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હતી, 30 જૂન તેનો છેલ્લો દિવસ હતો અને હવે તેને નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે.

યોજના અંતર્ગત તમામ રેશનકાર્ડ ધારકોને હાલના રાશનની તુલનામાં કેન્દ્ર સરકાર દ્વારા 2 ગણું રાશન આપવામાં આવી રહ્યું છે. આ વધારાના અનાજ અથવા રેશન સંપૂર્ણપણે મફત છે. તેમજ આ ગરીબ લોકોમાં પ્રોટીનની માત્રાની ખાતરી કરવા માટે દર મહિને 1 કિલો દાળ પણ આપવામાં આવે છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા 67.85 લાખ ટન ખોરાક ગરીબોમાં વહેંચવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, કેન્દ્ર દ્વારા રાજ્યોમાં પણ 2.42 લાખ ટન કઠોળ મોકલવામાં આવી હતી, જેથી 60.33 કરોડ ગરીબોમાં વહેંચવામાં આવે.

પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, હવે આખા ભારતમાં ‘એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ’ માટે પણ રેશનકાર્ડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આનો સૌથી મોટો ફાયદો તે ગરીબ સાથીદારોને થશે જેઓ પોતાનું ગામ છોડીને રોજગાર અથવા અન્ય જરૂરિયાતો માટે બીજે ક્યાંક જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *