કોરોનાથી સ્વસ્થ થયા બાદ દર્દીઓને થાય છે આ અસાધ્ય રોગ, ચોંકાવનારા તથ્યો આવ્યા સામે

By | August 17, 2020

કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓ માટે તકલીફો ખત્મ થવાનું નામ નથી લેતી. ICUમાં અને વેન્ટિલેટર્સ પર કેટલાંય દિવસ પસાર કરીને ડિસ્ચાર્જ થયા બાદ પણ દર્દીઓને મુશ્કેલીઓ પડી રહી છે. કોરોનાના જે દર્દી સાજા થઇ જાય છે, તેમને નેગેટિવ જાહેર કરીને ડિસ્ચાર્જ કરી દેવાય છે. પરંતુ થોડાંક દિવસો કે સપ્તાહ બાદ તેમને કોરોના વાયરસ સાથે જોડાયેલી બીજી સમસ્યાઓ ઘેરી લે છે. આવા દર્દીઓમાં થાકથી લઇ શ્વાસ લેવામાં મુશ્કેલીઓના લક્ષ્ણો જોવા મળે છે, પરંતુ કેટલાંક કેસમાં ફેફસાંમાં પરેશાનીના લીધે લોહી ગંઠાઇ જવું અને સ્ટ્રોક સુદ્ધાં આવી જાય છે.

ડિસ્ચાર્જ દર્દીઓમાં ઉદ્ભવતી આ સમસ્યાઓ પ્રકાશમાં આવ્યા બાદ હોસ્પિટલોએ અનેક પગલા લીધા છે. તેમાં ડેડિકેટેડ ક્લિનિક્સ જે પોસ્ટ કોવિડ કેયર સંભાળે છે, ત્યાંથી લઇ વોટ્સએપ ગ્રૂપ બનાવવા સુદ્ધાં સામેલ છે. આ જૂથોમાં ડોકટર્સ અને દર્દીઓ સામેલ હોય છે જેમાં મોનિટરિંગ અને ફીડબેક પ્રોસેસ શ્રેષ્ઠ થઇ રહી છે.

કોરોના નેગેટિવ હોવા છતાં દર્દીઓમાં સમસ્યા

તાજેતરમાં નોઇડાની એક હોસ્પિટલમાં એક ડિસ્ચાર્જ દર્દીના ઓક્સિજન લેવલમાં ખાસ્સો ઘડાડો આવ્યો અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. દર્દીની તબિયત લથડે તે પહેલાં જ તેને દાખલ કરી દેવાયો. શારદા હોસ્પિટલના પ્રવકતા ડૉ.અજીત કુમારે કહ્યું કે 45 વર્ષના દર્દીને જુલાઇમાં ડિસ્ચાર્જ કરાયા હતા અને ઑગસ્ટની શરૂઆતમાં ફરી દાખલ કરાયા છે, કારણ કે તેમના ફેંફસામાં ઇન્ફેકશન હતું અને ઓક્સિજન સેચુરેશન લેવલ ઓછું હતું. આ સ્થિતિ ત્યારે ઉદ્ભવી જ્યારે દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

કોરોના જાય છે પરંતુ નિશાન છોડી જાય છે

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના સિનિયર ચેસ્ટ ફિઝિશિયન ડો.અરૂપ બાસુના જણાવ્યા અનુસાર કોરોના ફેફસાને નુકસાન પહોંચાડે છે. ઇન્ફેકશન ખત્મ થયા પછી પણ ફેફસામાં નુકસાનની અસર રહે છે. તેમણે કહ્યું કે મોટા ટિશ્યૂઝ પર હાજર નિશાન ફેફસાંને વ્યવસ્થિત રીતે કામ કરતા રોકે છે અને ઓક્સિજનની વધુ જરૂર પડી શકે છે. તેમણે એક 22 વર્ષના દર્દીના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો જે એક મહિના અગાઉ સાજો થયો હતો પરંતુ હજી પણ આઇસીયુમાં છે. કારણ કે તેને હાઇ ફ્લો ઓક્સિજનના સપોર્ટની જરૂર પડી રહી છે.

આવા દર્દીઓની સંખ્યા મોટી સંખ્યામાં વધી રહી છે

મેક્સ હેલ્થકેર હોસ્પિટલ ડાયાબિટીસ વિભાગના વડા ડૉ.અંબરીશ મિત્તલે જણાવ્યું હતું કે મારા ઘણા દર્દીઓ ચેપથી સ્વસ્થ થયા છે, પરંતુ અનસ્ટેબલ રહ્યા છે અને તેમને ખાસ કાળજી લેવાની જરૂર છે. ચેન્નાઇની હોસ્પિટલોમાં પણ આવા કોવિડ દર્દીઓની સંખ્યા વધી રહી છે, જેમને સ્ટ્રોક્સ, હાર્ટ એટેક અને ધમનીઓ ગંઠાઇ જવાની ફરિયાદ કરે છે.

ડોકટર્સને ડર છે કે કોરોના મહામારીના લીધે મોટી સંખ્યામાં લોકોના ફેફસાં ખરાબ થશે. જેને સ્વસ્થ કરવું મુશ્કેલ હશે. જો દર્દીને ડાયાબિટીઝ જેવો બીજો કોઈ રોગ હોય તો તેમને સ્વસ્થ કરવા પડકારજનક હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *