કોરોનાની ભયંકર મહામારી વચ્ચે ચીનમાં એક નવી સંક્રામક બીમારીએ જન્મ લીધો છે. જેનાથી સાત લોકોના મોત નિપજ્યા છે તેમજ 60થી વધારે લોકો તેનાથી સંક્રમિત થઈ ગયાં છે. ચીનના સરકારી મિડીયાએ બુધવારે આ જાણકારી દેતા મનુષ્યોની વચ્ચે સંક્રમણ ફેલાવવાની આશંકાને લઈને ચેતવણી જાહેર કરી છે. પૂર્વી ચીનના જિયાંગ્સુમાં વર્ષના પહેલા છ માસમાં એસએફટીએસ વાયરસથી 37થી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યાં છે.
કીડાથી ફેલાય છે સંક્ર્મણ
સરકારી ગ્લોબલ ટાઈમ્સના અહેવાદ પ્રમાણે પૂર્વી ચીનના અન્હુઈ પ્રાંતમાં 23 લોકો સંક્રમિત થયા છે. આ વાયરસથી સંક્રમિત જિયાંગ્સુની રાજધાની નાનજિયાંગની એક મહિલામાં શરૂમાં ઉધરસ, તાવના લક્ષણ દેખાયા હતા. ડોક્ટરોને તેના શરીરમાં લ્યુકોસાઈટ અને પ્લેટલેટ ઓછા હોવાનું જણાતા એક મહિના સુધી સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર અન્હુઈ અને પૂર્વી ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં ઓછામાં ઓછા સાત લોકો વાયરસથી મોત થઈ ચુક્યાં છે. એસએફટીએસ વાયરસ નવો નથી. ચીનમાં 2011માં તે સામે આવ્યો હતો. વિષાણુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ સંક્રમણ પશુઓના શરીર ઉપર રહેલી ટીક જેવા કીડાથી મનુષ્યમાં ફેલાઈ શકે છે. અને પછી માનવ જાતિમાં તેનો પ્રસાર થાય છે.
વાયરોલોજીસ્ટ માને છે કે બગાઇમાંથી વાઇરસ મનુષ્યના શરીરમાં દાખલ થયા હશે અને આ વાઇરસ મનુષ્યથી મનુષ્યના શરીરમાં ઘુસી શકે છે. ઝેજીઆંગ યુનિ. હેેઠળ કામ કરતી પ્રથમ હોસ્પિટલના એક ડોકટર શેન્ગ જીફાંગ કહ્યું હતું કે મનુષ્યથી મનુષ્યમાં ચેપ લાગવાની શક્યતાને નકારી શકાય નહીં.
લોહી અથવા કફ દ્વારા એક દર્દી બીજા દર્દીને ચેપ લગાડી શકે છે. ડોકટરોએ ચેતવણી આપી હતી કે બગાઇ બચકુ ભરે તો એનાથી અનેક લોકોને ચાપ લાગી શકે છે, પરંતુ એનાથી ડરવાની જરૂર નથી.