જાણો, ભારતમાં તમારા સુધી કઈ રીતે પહોંચશે કોરોનાની વેક્સિન?

By | August 12, 2020

આપણા દેશમાં કેવી રીતે કોરોનાની વેક્સીન બનાવવામાં આવશે તેમજ લોકો સુધી કેવી રીતે તેને પહોંચાડવામાં આવશે? એ બાબતને ધ્યાનમાં લઈને આજે નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલની અધ્યક્ષતામાં કોરોનાની રસીને લઈને મહત્વની બેઠક યોજાશે. આ કમિટી કોરોના રસી બનાવનારા તમામ મેન્યૂફેક્ચરર્સ અને રાજ્ય સરકારોની સાથે મહત્વની બાબતો પર ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે રશિયા તરફથી કોરોની રસી શોધી કાઢી હોવાની જાહેરાત કરવામાં આવી છે જ્યાર બાદ આ બેઠક મહત્વની મનાઈ રહી છે.

ભારતમાં પણ ઝડપથી કોરોનાની રસી પર કામ થઈ રહ્યુ છે. જેમાં 2 ટીમોએ હ્યુમન ટ્રાયલનું પહેલું ચરણ પુરુ કરી દીધું છે અને પરિક્ષણ બીજા ચરણમાં છે. આ રસીને ભારત બાયોટેક, આઈસીએમઆર અને ફાર્મા કંપની ઝાયડસ કેડિલા લિમિટેડની સાથે મળીને દેશમાં વિકસાવવામાં આવી રહી છે. પુણેમાં સીરમ ઈન્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ઓક્સફોર્ડ યૂનિવર્સિટી દ્વારા વિકસિત કોરોનાની શક્ય રસીના ડોઝના બીજા અને ત્રીજા ચરણના હ્યુમન ટ્રાયલની પરવાનગી આપી દીધી છે.

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલાએ જણાવ્યું હતુ કે અમે આ વર્ષના અંતમાં કોરોનાની રસી શોધી કાઢીશું તેવી આશા છે. તેમણે કહ્યું કે 2 મહિનામાં અમે રસીની કિંમત જાહેર કરીશું.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોરોનાની રસીના 10 કરોડ ડોઝના ઉત્પાદન માટે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન અને ગાવી સાથે કરાર કર્યા છે. આ અંતર્ગત કંપની ભારત સહિત અન્ય ગરીબ અને વિકાસશીલ દેશોમાં 225 રુપિયા એટલે કે 3 ડૉલરમાં કોરોના વાયરસના ડોઝ ઉપલબ્ધ કરાવશે. પરંતુ રસીની ફાઈનલ કિંમત 2 મહિના બાદ નક્કી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *