હવે આ પરિસ્થિતિમાં માસ્ક પહેરવું ફરજીયાત નથી, જાણવા અહીં કરો ક્લિક

By | September 4, 2020

કોરોના સંક્રમણને રોકવા માસ્ક પહેરવું જરૂરી છે. પરંતુ આ મામલે પોલીસ આડેધડ દંડ કરીને લોકોને ખંખેરી રહી છે. માસ્ક પહેરવું ક્યારે ફરજિયાત નથી તેની ગાઇડલાઇન સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી છે. જે મુજબ જો વ્યકિત એકલો સાઇકલ કે કાર ચલાવી રહયો હોય ત્યારે માસ્ક પહેરવું જરૂરી નથી. આવી વ્યકિત પાસેથી પોલીસ દંડ ન ઉઘરાવી શકે.

હાલ પરિસ્થિતિ એવી છે કે માસ્કના અમલીકરણમાં પોલીસ કારમાં કે સાઇકલમાં એકલી જતી વ્યકિતએ માસ્ક ન પહેર્યું હોય તો દંડ ફટકારે છે. કોરોના વાયરસને અટકાવવા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાહેર કરેલી માર્ગ દર્શિકાના બાદ કેન્દ્ર સરકાર દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને શ્વાસોશ્વાસથી કોરોના મહામારી વકરતી હોવાથી માસ્ક પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યા બાદ સેલ્ફ ડ્રાઇવીંગ અને સાઇકલીંગ કરનાર સંક્રમિત થઇ શકે તેમ ન હોવાથી તેઓએ માસ્ક પહેરવું ફરજીયાત ન હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના વરિષ્ટ અધિકારી રાજેશ ભૂષણે પત્રકાર પરિષદમા જણાવ્યું છે.

કોરોના અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભુષણે જણાવ્યુ હતું કે સ્વાસ્થ્ય મંત્રાલયે જે દિશા નિર્દેશ જાહેર કર્યા છે, તેમાં આપ એકલા કોઇ કાર કે સાઇકલ માં જતા હોય તો ત્યારે માસ્ક પહેરવાનો દિશા નિર્દેેશ નથી. અને સાથે જણાવ્યું કે સંક્રમિત થઇ શકે તેવા સ્થળે માસ્ક પહેરવું જરૂરી છે. કાર પોતાની જાતે જ ડ્રાઇવ કરતો હોય ત્યાર તેની સાથે કોઇ વ્યક્તિ ન હોવાથી તે વ્યક્તિ સંક્રમિત ન થઇ શકે તેમજ સાઇકલ પણ એક જ વ્યક્તિ ચલાવતો હોય ત્યારે તેને શ્વાસોશ્વાસથી કોરોના થવાની શકયતા ન હોવાથી માસ્ક પહેવું જરૂરી ન હોવાનું ગણાવવામાં આવ્યું છે.

જો કે આ અંગે કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા આવી કોઇ માર્ગ દર્શિકા જાહેર કરી નથી પરંતુ એકલા જ કાર ચલાવતા હોય કે સાઇકલ ચલાવતા હોય ત્યારે માસ્ક પહેરવા અંગે કોઇ ભલામણ પણ કરવામાં આવી ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ફિઝીકલ એકિટવિટીને લઇને જાગૃતિ આવી છે. લોકો બે-બે, ત્રણ-ત્રણના સમુહમાં સાઇકલીંગ, કસરત કરે છે ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે કારણકે અહીં સામાજિક દુરીને પાલન કરવાનું છે.

આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કાર સેલ્ફ ડ્રાઇવ કરતા હોય ત્યારે અને એક જ વ્યક્તિ સાઇકલીંગ કરતા હોય ત્યારે તેઓએ માસ્ક પહેવા જરૂરી ન હોવાનું સ્પષ્ટ કરી આરોગ્ય મંત્રાલય દ્વારા માસ્ક ન પહેરવાની છૂટ મળી છે.

કોરોના વાયરસને અટકાવવા કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણયમાં માસ્ક પહેરવું ફરજીયાત બનાવ્યું હોવાથી માસ્ક અંગેના દંડ વસુલવામાં આવતા હતા. હવે સેફ ડ્રાઇવીંગ અને સાઇકલીંગ દરમિયાન માસ્ક પહેરવામાંથી મૂક્તિ મળી છે. અત્યાર સુધીમાં માસ્ક વિના નીકળેલા સેલ્ફ કાર ચાલકો અને સાઇકલીંગ કરનારાઓએ દંડ ભર્યો છે. તેઓને હવે રાહત મળી રહેશે જો કે જયાં સમુહ હશે ત્યારે માસ્ક પહેવું ફરજીયાત રહેશે. ઉપરાંત તેઓ પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવશે તેમ સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *