અમદાવાદમાં આજે જાહેરમાં થુંકવા તેમજ માસ્ક ન પહેરવા પર દંડની રકમ વધારીને 500 રૂપિયા કરાઈ

By | July 13, 2020

કોરોના મહામારી દિવસેને દિવસે વધુ લોકોને ઝપેટમાં લઈ રહી છે, ત્યારે તંત્ર પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે એક પછી એક મહત્વપૂર્ણ પગલાં ભરી રહ્યું છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાકાળમાં અમદાવાદીઓ ફરીથી એકવાર સાવધાન થઈ જજો. આજે એએમસીએ જાહેરમાં માસ્ક નહીં પહેરો, જાહેરમાં થૂંક્શો તો તેના દંડમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનામાં જાહેરમાં માસ્ક નહીં પહેરો તો અમદાવાદમાં રૂપિયા 500નો દંડ લેવાનો નિર્ણય કર્યો છે, જે અગાઉ 200 રૂપિયા નિયત કર્યો હતો.

તેવી રીતે જાહેરમાં કોઈ નાગરિક થૂંકશે તો પણ 500 રૂપિયા દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય ગલ્લા પાસે ગ્રાહકો થૂંકશે તો મસમોટો દંડ ગલ્લાવાળાને ભોગવવાનો રહેશે. હાલ એએમસી દ્વારા કોઈ પણ નાગરિક પાનના ગલ્લા પાસે થૂંકશે તો પાનના ગલ્લાવાળા પાસેથી રૂપિયા 10,000 રૂપિયા દંડ વસૂલાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *