હવે ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ તમામ યુનિવર્સીટીઓ અંતિમ વર્ષના વિદ્યાથીઓની પરીક્ષાઓ યોજી શકશે

By | July 6, 2020

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ હવે ગૃહ મંત્રાલય દ્વારા મંજૂરી મેળવ્યા બાદ તેમના વિદ્યાર્થીઓની અંતિમ વર્ષની પરીક્ષાઓને કોઈપણ પ્રકારના અવરોધ વગર લઇ શકશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને હજી સુધી કોરોનાને કારણે પરીક્ષાઓ લેવાની મંજૂરી નહોતી. પરંતુ ગૃહ મંત્રાલયે ઉચ્ચ શિક્ષણ સચિવને પત્ર લખીને તેને મંજૂરી આપી દીધી છે.

ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના નિયમો અંતિમ વર્ષની પરીક્ષાનાઓ લેવા માટે નિર્દેશ કરે છે. તેથી આરોગ્ય મંત્રાલયે કોરોના રોગચાળા સંબંધિત જાહેર કરેલા નિયમોને આધારે પરીક્ષાઓ લઈ શકાશે.

ગૃહ મંત્રાલયની પરવાનગી મળતાની સાથે તમામ યુનિવર્સિટીઓ, IIT, IIM અને અન્ય તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ તેમના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લઇ શકશે. મોટાભાગની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ હજી સુધી કોરોના રોગચાળાને કારણે પરીક્ષા આપી શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *