મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ફરી 2 મહિના માટે થવું પડશે ક્વોરન્ટીન, મંત્રી અને ધારાસભ્યના સંપર્કમાં આવ્યાની તપાસ શરૂ

By | July 8, 2020

કોરોના પોઝિટિવ એક મંત્રી અને MLA ના સંપર્કમાં આવ્યા બાદ વિજય રૂપાણી કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ પણ ક્વોરન્ટીન થવું કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે. આ માટે આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના અગાઉ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર કોરોના પોઝિટિવ હતા ત્યારે તેમની સાથે મિટિંગ કર્યા બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હોમ ક્વોરન્ટીન થયા હતા.

ગુજરાતના વન મંત્રી રમણલાલ પાટકર અને સુરત કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી આ બંનેના સંપર્કમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આવ્યા હોવાની તપાસ કરવા આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયું છે. રાજ્યના મંત્રી રમણલાલ પાટકરને કોરોના પોઝિટિવ આવતા ફરી એકવાર સરકાર અને સચિવાલયમાં દોડધામ મચી ગઇ છે. માનવામાં આવે છે કે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ મંત્રી પાટકરને મળ્યા હતા.

સુરત કામરેજના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.  કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશનની ટીમ દોડતી થઈ છે. હાલ તેમને ઘરે જ કોર્પોરેશની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરી રિપોર્ટ કરાઈ રહ્યા છે.

ઝાલાવાડિયાના પોઝિટિવ રિપોર્ટને કારણે રાજ્ય સરકારની ચિંતા પણ વધી ગઈ છે. કારણ કે શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને અન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં પણ તેઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *