યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, હવે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લામાં જ આપી શકશે પરીક્ષા – જાણો અહીંયા

By | June 10, 2020

કોરોનાનાં પ્રકોપ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનાં સમાચાર આપ્યાં છે. જેમાં યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ હવે પોતાનાં જ જિલ્લામાંથી પણ પરીક્ષા આપી શકશે. જેનાં માટે એક નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ પોતાનાં જિલ્લામાં પરીક્ષા આપવા માંગતા હોય તેવાં વિદ્યાર્થીઓએ અગાઉથી ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

વિદ્યાર્થીઓએ પોતાનાં જિલ્લામાં પરીક્ષા આપવા માટે પરીક્ષાની તારીખ પહેલાં એટલે કે 14 જૂન સુધીમાં યુનિવર્સિટી જે વેબસાઇટ છે તેની પર રજિસ્ટ્રેશન કરવું પડશે. યુનિવર્સિટીની વેબસાઇટ પર વિદ્યાર્થીઓએ પોતાનું પરીક્ષા કેન્દ્ર નક્કી કરવું પડશે. પરંતુ જે વિદ્યાર્થી 14 જૂન સુધીમાં પોતે આપવા માંગતા હોય તે પરીક્ષાનું કેન્દ્ર જો નક્કી નહીં કરે તો જે-તે વિદ્યાર્થીને નિયત કેન્દ્ર પરથી જ પરીક્ષા આપવાની રહેશે.

કઈ રીતે થશે રજિસ્ટ્રેશન?

– વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ https://www.gujaratuniversity.ac.in/ વેબસાઈટ ઓપન કરવી.

– પછી Examination ટેબમાં જવું.

– પછી CHOICE FOR EXAM CENTRE (COVID-19) પર ક્લિક કરવું.

– પછી New Registration પર જઇને વિદ્યાર્થી પોતાનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે.

વિદ્યાર્થીઓએ પોતાના પરીક્ષા કેન્દ્રની પસંદગી તારીખ 14 જૂન સુધીમાં ફરજીયાત કરવાની રહેશે. વિદ્યાર્થીએ પસંદ કરેલા કેન્દ્ર પર જો પૂરતી સંખ્યા નહીં હોય અથવા વિદ્યાર્થી પોતે પરીક્ષા કેન્દ્ર પસંદ નહીં કરે તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાબેતા મુજબ કરાતી વ્યવસ્થાનાં કેન્દ્રએ જ પરીક્ષા આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા 2 જુલાઈ અને બીજા તબક્કાની પરીક્ષા 13 જૂલાઈથી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *