ખાડાવાળા રોડને કારણે સરકારને નાગરિકોની ચિંતા થઇ, હવે હેલ્મેટ ન પહેરનારને 500 રૂપિયા દંડ

By | September 9, 2020

કોરોનાના કપરા કાળમાં વચ્ચે પોલીસ હવે માસ્ક્ બાદ હેલ્મેટ ન પહેરનાર માટે આજથી દંડ વસૂલવામાં આવશે. રાજ્યના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનને 9 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી હેલ્મેટ ન પહેરવાની ને દંડ કરવાની સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી છે. રોડ સેફ્ટીની બેઠકમાં રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોમાં હેલ્મેટ ન પહેરવું હોવાના ઘટનાઓ સામે આવી છે. આજથી હેલ્મેટ નહિ પહેર્યું હોય તો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. કોરોનાકાળમાં કાયદામાં આપેલી ઢીલ પૂરી થઈ છે. જેથી હવે સમગ્ર રાજ્યમાં આજથી 20 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક પોલીસ મેગા ડ્રાઈવ ચલાવશે.

ગુજરાતમાં આજથી હેલ્મેટ ના પહેરનારા પાસેથી દંડ વસૂલાશે. માસ્ક નહીં તો 1 હજાર રૂપિયા દંડ અને હેલમેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયા દંડ થશે. આજથી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક પોલીસને મેગા ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં 9 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઇવના આદેશ આપી દેવામાં આવ્યા છે
હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા તો ચાંદલો કરવા રહેજો તૈયાર રહેવું પડશે. હેલ્મેટ ભંગના વધુમાં વધુ કેસ કરવા આદેશ અપાયા હોવાનું જાણવા મળ્યું છે એટલે કથિત ટાર્ગેટ મુજબ પોલીસ દાદા ઠેરઠેર દંડ ની રશીદ લઈને ઉભેલા નજરે પડશે.

ચોમાસાની ભેજવાળી ઋતુમાં અને વરસાદી વાતાવરણમાં માસ્ક ઉપર હેલ્મેટ પહેરવાથી વિઝિબિલિટી ઘટી જતી હતી અને આ કારણને માન્ય રાખીને પણ પોલીસ કોઈને દંડ ફટકારતી નહોતી. પરંતુ હવે વરસાદે પણ વિરામ લીધો છે. ચોમાસુ જવાની તૈયારીમાં છે અને રોડ અકસ્માત વધી રહ્યા છે, ત્યારે પોલીસે કડકમાં કડક રીતે હેલ્મેટનો કાયદો અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. ટુ વ્હીલર ચાલકોને એટલી બધી રાહત હતી કે, માસ્ક ન પહેર્યું હોય તો ઈ-મેમો ફાટતો હતો. પરંતુ હેલ્મેટ ના પહેર્યું હોય તો ઈ-મેમો પણ નહોતો ફાટતો. પરંતુ રોડ અકસ્માતો વધતાં આજથી હેલ્મેટ માટે દંડવાનું નક્કી કરાયું છે. તેથી જો હેલ્મેટ નહિ પહેર્યું તો રૂબરૂમાં દંડ અને સીસીટીવી કેમેરામાં જે વાહન ચાલકો હેલ્મેટ વગર દેખાશે તેમના ઘરે ઈ-મેમો પહોંચશે.

ગુજરાત પોલીસ ની વિશેષ ડ્રાઇવ નો આજથી અમલ શરૂ થઈ જશે. વિગતો મુજબ રાજ્ય માં હમણાં રાજ્ય માં 80 ટકા રોડ તૂટી ગયા છે અને વાહન અકસ્માત ના બનાવો માં વધારો થઈ ગયો છે ત્યારે મૃત્યુદર વધી ગયો છે પરિણામે આવા ખાડા વાળા રોડ ઉપર અકસ્માત સમયે જો હેલ્મેટ ન પહેર્યું હોય તો માથું ફાટી શકે છે તે વાત થી તંત્ર ની ચિંતા વધી ગઈ છે અને જનતા ની સુરક્ષા માટે તા.9 /9/ 20 થી તા.20/9/20 સુધી હેલ્મેટ અભિયાન રાખવામાં આવેલ છે જેનો અમલ આજથી શરૂ થઈ જશે.

ગતરોજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીઓ ની મળેલી ક્રાઈમ કોંફરન્સ માં ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગે ની કામગીરી માં હેલ્મેટ ભંગ ના વધુમાં વધુ કેસ કરવા ઉપર ભાર મુકાયો હતો. આમ હવે હેલ્મેટ વગર બહાર નીકળતા પહેલા વિચાર કરજો કારણ કે ખાડા વાળા રોડ હજુ સુધર્યા નથી એટલે આર્થિક અને શારિરીક પાયમાલ થતા પહેલા વાહન ચાલકે શુ નક્કી કરવું તે પોતાના ઉપર ડીપેન્ટ કરે છે. રોડ અકસ્માતો વધ્યા હોવાથી ગામડાઓના રસ્તા ઉપર પણ હેલ્મેટ પહેરવું આવશ્યક છે. રોડ સેફ્ટીની બેઠક મળી તેમાં આજથી 12 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *