હવે વાહન ચલાવતી વખતે ડ્રાઈવીંગ લાયસન્સ અને આરસી બુક સાથે રાખવાની જરૂર નથી, જાણવા માટે અહીં ક્લિક કરો

By | September 3, 2020

પ્રવર્તમાન મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 130 (1) અનુસાર મોટર વાહન વિભાગના ચેકિંગ અધિકારી તથા પોલિસ ખાતાના અધિકૃત અધિકારી વાહન ચાલક પાસે ડ્રાઈવીંગ લાયસન્સ તથા વાહનની આરસી બુક રજુ કરવા જણાવે તો તેની ઓરિજિનલ કોપી બતાવવાની જવાબદારી વાહનચાલકની રહે છે. વાહનચાલક પાસે ન હોય તો પંદર દિવસમાં વાહનની આરસી બૂક તથા ડ્રાઈવીંગ લાયસન્સની સ્વપ્રમાણીત  ઝેરોક્ષ નકલ રૂબરૂ અથવા રજીસ્ટર પોસ્ટથી મોકલવાની રહે છે. ટ્રાન્સપોર્ટ વાહનના કેસમાં વાહન પરમીટ, ફીટનેશ પ્રમાણપત્ર તથા વીમા પ્રમાણપત્રની નકલ રજૂ કરવાની રહે છે.

વાહન ચલાવતા ચાલકો પૈકી ઘણાને અનુભવ થયેલ છે કે વાહન ચેકીંગ દરમ્યાન ડ્રાઈવીંગ લાયસન્સ અથવા વાહનની આરસીબુક સાથે ન હોવાને કારણે વાહનને ડિટેઈન કરવામાં આવે છે અથવા સ્થળ પર દંડ  ભરવાની ફરજ પડે છે. ઘણીવાર એવુ બને છે કે વાહનચાલક પાસે વાહનના દસ્તાવેજોની ઝેરોક્ષ નકલ સાથે હોવા છતા માન્ય રાખવાને બદલે અસલ દસ્તાવેજો રજુ કરવાનો આગ્રહ ચેકીંગ અધિકારી રાખે છે ત્યારે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ ચેકીંગ અધિકારીઓ સામે રોષ વ્યકત કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દિલ્હી સમક્ષ કરવામાં આવેલ ફરીયાદો તથા આરટીઆઈ એક્ટ હેઠળ માગવામાં આવતી માહિતીને ધ્યાનમાં  લઈને તેના વિવરણના ભાગરૂપે પરિવહન વિભાગ દ્વારા તા.8/82018ના પત્રથી તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશના વાહન વ્યવહાર સચિવો, કમિશનરો તથા પોલિસ વિભાગના મહાનિર્દેશ અને ટ્રાફિક શાખાના વડાઓને જણાવવામાં આવેલ છે કે કેન્દ્ર સરકારની વેબ ડિજિલોકર અથવા એચપી પરિવહન એપમાં નોંધાયેલ ડ્રાઈવિંગ લાયસન્સ, આરસીબુક તથા અન્ય દસ્તાવેજની ઈમેજ ચેકીંગ અધિકારી સમક્ષ વાહનચાલક દ્વારા રજુ કરવામાં આવે તો માન્ય રાખવાની રહેશે.

તેમજ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ 2000 હેઠળ આવા દસ્તાવેજોને કાયદેસરની માન્યતા આપવામાં આવેલ છે. જેને કારણે વાહન ચાલકોને વાહની  સાથે રાખવા પડતા દસ્તાવેજોમાંથી મુક્તિ મળશે. તેનજ ખોવાઈ જવાના અથવા ચોરાઈ જવાનો ડર પણ રહેશે નહી.

કેન્દ્ર સરકારની ડિજિલોકર વેબસાઈટ પર 291.54 કરોડ કરતા વધુ દસ્તાવેજો અપલોડ કરવામાં આવેલ છે જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ,વાહનની આરસીબુક, શાળા તથા કોલેજોની માર્કેશીટ તથા અન્ય પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે.

આ પૈકીના પોતાની જરૂરિયાત મુજબના દસ્તાવેજો રજીસ્ટર થયેલ મોબાઈલમાં અપલોડ કરી શકાય છે. જેના માટે વ્યક્તિ પાસે સ્માર્ટ મોબાઈલ ફોન હોવો જરૂરી  છે. ડિજીલોકર એપ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરી પોતાના નામના વાહનની આરસીબુક ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ વિગેરે અપલોડ કરી. જરૂરિયાત મુજબનો ઉપયોગ થઈ શકે છે. ઉદાહરણ તરીકે વાહનના ચેકીંગ સમયે ડ્રાઈવિંગ લાયસન્સ આરસી બુક રજુ કરી શકાય છે તેવી જ રીતે સરનામાના પુરાવા વખતે આધારકાર્ડ વિગેર આપી શકાય છે. અપલોડ કરવામાં આવેલ દસ્તાવેજ ડાઉનલોડ કરી ડિજીટલ પ્રિન્ટ કાઢી શકાય છે. જેમાં સ્વપ્રમાણીત કરવાની જરૂર નથી. તેવી જ રીતે સોફ્ટ કોપી ઈમેઈલ દ્વારા મોકલી શકાય છે. આ રીતે જોઈએ તો ખાસ કરીને સરકારના વહિવટીતંત્રો, બેંકો વગેરે સમક્ષ રજુ કરવામાં ખૂબ જ ઉપયોગી અને સરળ રહેશે.

મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ વાહન ચાલક કોઈ ગુન્હો કરે અને તેના ભંગ બદલ ડ્રાઈવીંગ લાયસન્સ અથવા વાહન સબંધે મુદતી નોંધણી કરી દસ્તાવેજ જપ્ત કરવાની જરૂર ચેકીંગ અધિકારીને જણાય તો વાહનવ્યવહાર વિભાગની વેબસાઈટ વાહન અથવા સારથી હેઠળ કરી શકે છે. ડ્રાઈવીંગ લાયસન્સ અથવા વાહનની આરસી બુક જપ્ત કરવામાં આવી હોય તો તેની ઈમેજ વેબસાઈટ પર આવી જાય છે. તેવી જ રીતે વાહનનુ રજીસ્ટ્રેશન સસ્પેન્ડ  કરવામાં આવેલ હોય અથવા ડ્રાઈવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ હોય તો તેની વિગત પણ નોંધવામાં આવે છે.

વાહનચાલકોએ ખાસ નોંધ લેવી જરૂરી છે કે ઘણીવાર ચેકીંગ અધિકારી દ્વારા ડ્રાઈવીંગ લાયસન્સ જપ્ત કરવામાં આવેલ હોય અને દંડ ભરી પરત લેવા જણાવેલ હોય ત્યારે વાહનચાલક વાહનોનો કેસ ચલાવી દંડ ભરવાને બદલે ડુપ્લીકેટ લાયસન્સ કઢાવી લેતા હતા પરંતુ હવે આ નવા ફેરફારથી એવું નહી બને અને વાહન સબંધી થયેલ કેસોનો નિકાલ કરી દંડ ભરવો જ પડશે.

હાલમાં ગુજરાત હાઈકોર્ટના હુકમ અનુસાર પોલિસ તંત્ર દ્વારા વાહન ચાલકોમાં વાહનના પાર્કિંગ સબંધે સ્વયંશિસ્ત લાવેલ છે. તેવી જ રીતે આ વેબસાઈટ વાહનના ગુન્હા સબંધે નિયંત્રણ લાવવા માટે ડ્રાઈવીંગ લાયસન્સની જપ્તી ખાસ કરીને ટ્રાફીક પોલિસ તથા આરટીઓ વિભાગને ઉપયોગી થશે. સાથે સાથે વાહનચાલકો માટે ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા મજબૂર બનાવશે અથવા સ્વયંશિસ્ત લાવવાની પ્રેરણા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *