સુરતમાં માસ્ક ન પહેરવાનો દંડ થયો બમણા કરતા પણ વધુ, 200 થી વધીને થયો આટલો

By | July 16, 2020

સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થતાં સાથે સંક્રમણ અને મોત પણ વધી રહ્યાં હોવાથી મ્યુનિ. તંત્ર હવે આકરા પગલાં ભરવા જઈ રહી છે.  રાજ્ય સરકારે માસ્ક વિનાના લોકો ઝડપાય તો બસ્સો રૂપિયા દંડની જાહેરાત કરી હતી.

પરંતુ સુરતમાં હવે સ્થિતિ કાબુ બહાર જતી હોવા છતાં અનેક લોકો માસ્ક વિના જોવા મળી રહ્યાં છે. સંક્રમણ રોકવા માટે માસ્ક સૌથી જરૂરી હોવાથી મ્યુનિ. તંત્રએ માસ્કનો ઉપયોગ નહી કરનારા નાગરિકો પાસે 500 રૂપિયાનો દંડ વસુલવાનો નિર્ણય કર્યો છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમા દુકાન દાર માસ્ક ન પહેરે કે માસ્ક વિનાના  ગ્રાહકને પ્રવેશ આપે તો પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ દંડની રકમ અલગ અલગ હોવાથી વિવાદ ઉભો થતાં તે કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.

છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેમ છતાં કેટલાક લોકો માસ્ક વિના ફરતાં જોવા મળે છે. આ લોકોમાં જાગૃત્તિ આવે અને સંક્રમણ  અટકે તે માટે મ્યુનિત તંત્રએ આકરા પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

સુરત મહાનગરપાલિકાએ એક જાહેરનામું આજે બહાર પાડીને માસ્ક ન પહેરનારાને 500 રૂપિયાના દંડની જાહેરાત કરી છે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજ્યાત છે. આ સુચનાનો અમલ નહીં કરનારા લોકો પાસે 500 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવશે.

આ પહેલાં ગુજરાતના મુખ્યમત્રી વિજય રૂપાણી સુરત આવ્યા હતા ત્યારે તો જેટલી વાર નાગરિક માસ્ક ન પહેરે એટલી વાર 200 રૂપિયા દંડની સુચના આપી હતી. મ્યુનિ. તંત્રએ આકરા પગલાંભરવાનું શરૂ કર્યા પછી પણ અનેક લોકો માસ્ક વિના જ ફરતાં સંક્રમણ વધી રહ્યું છે જેના કારણે આજે મ્યુનિ. તંત્રએ આજે જાહેરનામું બહાર પાડીને માસ્ક વિનાના લોકો પાસે 500 રૂપિયાનો દંડ વસુલ કરવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *