ચેતી જજો : ગુજરાતમાં હવે માસ્ક ન પહેરવા પર પોલીસ વસૂલશે આટલો દંડ, રાજ્યસરકારે જાહેર કર્યો પરિપત્ર

By | June 15, 2020

ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડીને કોરોના વાયરસના રોગચાળાને પગલે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ વસૂલવા માટે શહેરી સંસ્થાઓને બદલે પોલીસને જવાબદારી સોંપી છે. અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી. રાજ્યમાં જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. હમણાં સુધી આ દંડ મ્યુનિસિપલ કોર્પોરેશનો અથવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા વસૂલવામાં આવતો હતો.

શનિવારે જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘હવે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પાલિકા અને સ્થાનિક સંસ્થાઓને બદલે પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક પોતપોતાના અધિકારક્ષેત્રમાં દંડ એકત્રિત કરશે.’

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શનિવારે જણાવ્યું હતું કે તે સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડના સેફ એન્ડ સિક્યુર અમદાવાદ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને માસ્ક વિના ફરતા લોકોને શોધવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એએમસીએ અત્યાર સુધીમાં 280 ઇ-મેમો જાહેર કર્યા છે.

જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોનાવાયરસના આંકડાઓ ખુબ ચિંતાજનક છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 23038 કેસ નોંધાયા છે, જ્યારે 15883 લોકો આ રોગથી મુક્ત થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 1448 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *