આર્થિક ભીંસમાં મુકાયેલા સુરતીઓને રાહત : સુરત પોલીસ 21 દિવસ સુધી ટ્રાફિક ભંગ દંડ નહીં વસુલે

By | July 7, 2020

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નવી મુહિમ શરૂ કરવામાં આવી છે. લોકડાઉન વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ ફટકારવામાં આવતો હતો. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા I FOLLOW મુહિમ અંતર્ગત લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવશે. આ સાથે સોશિયલ ડિસ્ટન્ટ, માસ્ક અને ટ્રાફિક નિયમોને ફોલો કરવા શપથ લેવડાવવામાં આવશે.

સુરત શહેરમાં ટ્રાફીકના નિયમો તોડનાર પાસેથી લોકડાઉનમાં પણ પોલીસ સરેરાશ ૮ લાખ જેટલો રોજનો દંડ વસુલ કરતી હતી. જેને લઈ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. એકબાજુ કામ ધંધો નથી, રોજીરોટી નથી. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા તેઓને પકડી દંડ વસુલવામાં આવતો હતો. તેને લઈ સુરત શહેરના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેને પગલે સુરત પોલીસે દંડ નહીં વસુલવાનો નિર્ણય કર્યો છે. સુરત પોલીસ હવેથી ૨૧ દિવસ માટે I FOLLOW નામનું કેમ્પઇન ચલાવશે.

સુરત ટ્રાફિક પોલીસના રોજ ડીસીપી પ્રશાંત સુબેએ જણાવ્યું હતું કે, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા I FOLLOWની નવી એપ ચાલુ કરવામાં આવશે. સુરતના અલગ અલગ વિસ્તારમાં I FOLLOW એપ બાબતે લોકોને સમજાવી અને તેના વિશે જાણકારી આપવામાં આવશે. સુરત શહેરની જનતાને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવતા લોકો આકાશીત હતા. લોકોને કોરોનાના કહેર વચ્ચે જાગૃત કરવા ટ્રાફિક પોલીસની અનોખી મુહિમ I FOLLOW શરૂ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્ટ, માસ્ક અને ટ્રાફિક નિયમોને ફોલો કરવા શપથ લેવડાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન વચ્ચે રોજ સુરતીઓ પાસેથી દરરોજ સરેરાશ ૧૦ લાખ દંડ પેટે વસુલ કરવામાં આવતો હતો. જેને લઇ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કોરોનાના કહેર અને I FOLLOW મુહિમ અંતર્ગત લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોઇ અને તેને વધુ અસર ન પડે તેથી દંડ નહિ વસુલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *