હવે ટિક્ટોક જેવી ભારતીય એપ ‘ચિનગારી’ પણ આપશે કમાણીની તક, જાણો કઈ રીતે?

By | July 6, 2020

ચાઈનીઝ એપ ટિકટોક સહીત 58 પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે ભારતીય એપ ‘ચિનગારી’ ધીમે-ધીમે લોકપ્રિય બની રહી છે. ચિનગારી એપ પોતાના ફીચર્સને પણ વારંવાર અપડેટ કરી રહી છે. દેશી એપને લઈને હાલ એક સારા સમાચાર આવ્યા છે. ટિકટોકની જેમ જે શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ચિનગારી પર હવે ક્રિએટર્સ પોતાના ટેલેન્ટને શોકેઝ કરીને સારી એવી રકમની કમાણી કરી શકશે.

એપ નિર્માતા એ કહ્યું કે, ‘અમે મ્યુઝિક ક્રિએટર્સને તેમનું સોન્ગ કેટલું હિટ ગયું તેને આધારે પેમેન્ટ કરીશું. એટલું જ નહિ પણ ચિનગારી એપ મ્યુઝિક કંપોઝર્સને હિટ સોન્ગ માટે રેવન્યૂ શેરિંગ
પણ કરશે.’

કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ પ્રોડક્ટ ઓફિસર સુમિત ઘોષે મની ભાસ્કર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, દેશી કોન્ટેન્ટ બનાવવાવાળા માટે ચિનગારી પહેલેથી એક હોટસ્પોટની જેમ આગળ વધી રહ્યું છે. 1.6 કરોડ યુઝર્સ ધરાવતી એપ ટેલેન્ટેડ મ્યુઝિક કંપોઝર્સને સારું એવું રીચ આપશે. અમારો હેતુ એ જ છે કે, આપણા દેશના ટેલેન્ટને પ્રમોટ કરીએ. ટૂંક સમયમાં અમે ડાન્સ અને અન્ય ટેલેન્ટ ધરાવતા ક્રિએટર્સને આ પ્લેટફોર્મની મદદથી રૂપિયા કમાવાની તક આપીશું. આ દરમિયાન અમે કન્ટેન્ટ પર ખાસ ધ્યાન રાખીશું. ઉલ્લેખનીય છે કે, ટિકટોક પર ક્રિએટર્સ ટેલેન્ટ બતાવીને લાખો રૂપિયાની કમાણી કરતા હતા.

એટલું જ નહિ પણ એપ ડેવલોપર્સે નવું યુએક્સ જાહેર કર્યું છે. આવતા અઠવાડિયાંથી તે લાઈવ થશે. ચિનગારિ ટીમ યુએક્સને યુઝર્સ માટે વધારે ફ્રેન્ડલી બનાવશે.

એક કલાકમાં 3 લાખ યુઝર્સ વધી રહ્યા છે

કંપની પ્રમાણે, હાલ ચિનગારી એપ ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ-૩ ફ્રી ફેમસ એપમાંની એક છે. એપમાં માત્ર 25 દિવસોમાં 1.6 કરોડથી વધારે નવા યુઝર્સ બન્યા છે. એપના કો-ફાઉન્ડર બિશ્વમાતા નાયકે કહ્યું કે, હાલ આશરે એક કલાકમાં નવા ત્રણ લાખ યુઝર્સ ઉમેરાઈ રહ્યા છે અને પ્રતિ કલાક 2.2 મિલિયન વીડિયો સ્વાઈપ/વ્યૂ રેકોર્ડ કરી રહ્યા છે. આખી ટીમ 24 કલાક મહેનત કરી રહી છે અને નવા યુઝર્સને સારો અનુભવ મળે તેના પ્રયત્નો પણ ચાલુ જ છે. બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સહિત અન્ય ઘણા લોકોએ સપોર્ટ કર્યો છે અને એપ સાથે જોડાઈ રહ્યા છે.

ક્રિએટર્સને વ્યૂ પ્રમાણે રૂપિયા મળશે

‘ચિનગારી’ એપ યુઝર્સને પોતાના વીડિયો માટે પોઈન્ટ્સ (પ્રતિ વ્યૂ) મળે છે. પછીથી તેને રૂપિયામાં રિકવર કરી શકાય છે. સમાચાર ફીડ ફેશનમાં વીડિયો અપલોડ કરવા અને કન્ટેન્ટ સર્ચ ઉપરાંત યુઝર્સ નવા લોકો સાથે વાત પણ કરી શકશે. તેમની સાથે કન્ટેન્ટ શેર પણ કરી શકશે. આ એપ ટ્રેન્ડીંગ ન્યૂઝ, એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ, લવ કોટ્સ અને એ સિવાય ઘણું બધું આપે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *