કોરોના કાળ માણસની મજબૂરીના ભયાવહ ચહેરા સામે લાવી રહ્યો છે. કોઈ માં તેના સંતાનને અનાથાશ્રમમાં કે રસ્તા પર એકલું છોડી જાય તેના દુઃખ અને લાચારીની આપણે કલ્પના પણ કરી શકીએ તેમ નથી. Lockdown માં ઓડિશાના સુંદરગઢ માં એડોપ્શન સેન્ટરમાં બાળકોને મૂકી જવાના કિસ્સા વધી ગયા છે.
હાલ અહીં 39 બાળકો છે. તેમાંથી 7 તો ગણતરીના કલાકોમાં અમારી નજર સામે જ અહીં આવ્યા. દિશા childline ના સેક્રેટરી અબુલ કલામ આઝાદ જણાવે છે કે, અનાથાશ્રમાં માં મહિને એકાદ બાળક જ કોઈ છોડી જાય છે પણ lockdown દરમિયાન 21 બાળક આવી ચૂક્યા છે.
તેમાંથી 10 બાળકો પોલીસને રસ્તે રઝળતા મળ્યા. 4 નવજાતને પણ કોઈ છોડી ગયું. આ બાળકોને શેલતર હોમ દ્વારા અપાયેલા નામ છે. તેમના માતા પિતા વિશે કોઈ કંઈ જાણ નથી જાણતું. બાળકો થોડા દિવસ અમારી સાથે રહેશે. પછી તેમના માટે હોસ્ટેલમાં રહેવા ભણવાની વ્યવસ્થા કરાશે.
પિતા પરત ના ફર્યા તો દાદી એ માસૂમને અનાથાશ્રમ મોકલ્યા
5 વર્ષની બિરજીનીયા અને 3 વર્ષના નિખિલ ના પિતા રોજગાર માટે સુરત ગયા તો પાછા જ ન ફર્યા. એક વર્ષ અગાઉ માતા સળગીને મરી ગઈ. lockdown માં પિતા પાછા ફરશે તેવી આશા હતી પણ કેવું થયું નહીં. બાળકો દાદી પાસે રહેતા હતા. 70 વર્ષના દાદી ને બીક લાગતી હતી એ મહામારીમાં હું મરી જઈશ તો બાળકોનું શું થશે? તેમણે બંને નેં childline ને સોંપી દીધા.