ગુજરાતનાં દિગ્ગજ પાટીદાર નેતાની હત્યાં કરવા આવેલા શાર્પશૂટરને ATS એ ઝડપી પડ્યો

By | August 19, 2020

અમદાવાદ શહેરના રીલિફ રોડ પરથી ATS દ્વારા મુંબઈના એક શાર્પ શૂટરની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં ઝડપાયેલા શાર્પશૂટરો ગુજરાત ભાજપનાં કોઇ મોટા પાટીદાર નેતાની હત્યા કરવા આવ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. પોલીસ અને શાર્પશૂટરો વચ્ચે રાત્રે ફાયરિંગની પણ ઘટના બની હતી. હાલ ATSની ટીમે એક શાર્પશૂટરને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાગરિત ત્યાંથી ફરાર થઈ ગયો છે. પોલીસે આ ફરાર થયેલા શાર્પશૂટરની તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ રીલિફ રોડ પર ગઈ કાલે રાત્રે ફાયરિંગ થયું હતું. મુંબઈના બે શાર્પશૂટર અમદાવાદમાં રીલિફ રોડ પર આવેલી વિનસ હોટલમાં રૂમ નં.-105માં રોકાયા હોવાની બાતમી મળતા ATSની ટીમ તેમની ધરપકડ કરવા ગઈ હતી.

જો કે આ દરમિયાન આ શાર્પ શૂટર દ્વારા ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે ATSની ટીમ એક શાર્પશૂટરની ધરપકડ કરવામાં સફળ રહી છે. જ્યારે અન્ય એક શાર્પશૂટર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. ધરપકડ કરવામાં આવેલા શાર્પશૂટરની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે મુંબઈના ડૉન છોટા શકીલની ગેંગ માટે કામ કરે છે અને ગઈકાલે 10.10 વાગ્યે તે હોટલમાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, શાર્પશૂટરો ભાજપ પ્રદેશના વાઈસ પ્રેસિડન્ટ ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ અંગે પૂછવા પર ગોરધન ઝડફિયાએ મીડિયાને જણાવ્યું હતુ કે, રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો મારા પર ફોન આવ્યો હતો. જો કે આ ઘટના બાદ હવે ગોરધન ઝડફિયાની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.

જો કે આ મામલે તેઓ પત્રકાર પરિષદ સંબોધીને વધુ ખુલાસા કરશે. ATSના વડા હિમાંશુ શુક્લાની આગેવાનીમાં ટીમે શાર્પશૂટરનું હત્યાનું આ કાવતરૂં નિષ્ફળ બનાવ્યું છે. ઝડપાયેલા શાર્પશૂટર પાસેથી 2 પિસ્તોલ મળી આવી છે. હાલ ATSની ટીમ વધુ પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *