તમારા ઘરમાં ઉપલબ્ધ છે આ એક વસ્તુ જે કોરોનાનો કરશે ખાત્મો

By | August 29, 2020

હાલ વૈશ્વિક કોરોના મહામારીના કારણે લોકોને ખુબ તકલીફ પડી રહી છે. કરોડો લોકો બેરોજગાર બન્યા છે. લખો લોકોએ કોરોનાને કારણે પોતાનો જોવ ગુમાવ્યો છે. હવે આખા વિશ્વમાં કોરોના મહામારીની વેક્સિન શોધાઈ રહી છે. અનેક દવાઓ પણ શોધાણી છે. આ દરમિયાન એક રિસર્ચમાં કોરોનાને લઈને નવો ખુલાસો થયો છે. રિસર્ચમાં ધ્યાને આવ્યું છે કે, કીડી-મકોડા મારવા માટેની દવાઓમાં રહેલા એક પદાર્થથી કોરોના વાયરસ સામે રક્ષણ મેળવી શકાય છે.

બ્રિટનની એક રક્ષા પ્રયોગશાળા દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક પ્રયોગમાં દાવો કરવામાં આવ્યો હતો. એક સર્વે મુજબ આપણા ઘરોમાં મળી આવતા કીટનાશક સ્પ્રેમાં કોરોના વાયરસને મારવાની તાકાત રહેલી છે. સિટ્રિયોડોલ નામનું આ રસાયણ સામાન્ય રીતે કીટનાશક, મચ્છર મારવાના સ્પ્રેમાં રહેલું હોય છે. બ્રિટનની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ આ અંગે પ્રાથમિક માહિતી ભેગી કરી છે.

વૈજ્ઞાનિકોને સંશોધન દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે, સ્પ્રે ફોર્મમાં કીટનાશક બનાવનારી કંપનીઓ સિટ્રિયોડોલ નામના રસાયણનું ઉત્પાદન અને ઉપયોગ કરે છે. જેમાં કોરોના વિરુદ્ધ લડવાની ક્ષમતા રહેલી છે. એટલું જ નહીં જ્યારે સિટ્રિયોડોલના તરલ સ્વરૂપને કોરોના વાયરસ સાથે ભેળવવામાં આવ્યું તો કોરોના વાયરસ મરતા જોવા મળ્યાં.

રિસર્ચ મુજબ કીટનાશકોના સ્પ્રે અને કોરોના વાયરસને એકસાથે ભેળવવામાં આવ્યાં જેમાં કોરોના વયારસનો ખાત્મો જોવા મળ્યો. એટલું જ નહીં મોઝી ગાર્ડ નામના સ્પ્રેએ તો કમાલ કરી નાખી અને તેણે વાયરસ પર એવી તે અસર કરી કે તે કોઈ કામના ન રહ્યાં. તેનો અર્થ એ કે કોઈ વ્યક્તિ વ્યક્તિના શરીરમાં ઘૂસવા માટે સમર્થ જ ન રહ્યાં.

રિસર્ચ મુજબ સ્પ્રેમાં ઉપયોગમાં લેવાતું સિટ્રિયોડોલ કેમિકલ નીલગીરીના ફૂલો, છાલમાંથી મળે છે. જે એશિયા, દક્ષિણ અમેરિકા, અને આફ્રિકામાં મોટાભાગે મળી આવે છે.

બ્રિટિશ રક્ષા મંત્રાલયે જણાવ્યું કે આ રિસર્ચ મોટા પ્રમાણમાં આગળ વધ્યું નથી. સામે આવેલા પરિણામો અભ્યાસના પ્રાથમિક તબક્કાના છે. આ પરિણામો એટલા માટે બહાર પાડવામાં આવ્યાં જેથી કરીને દુનિયાભરમાં ચાલી રહેલા કોરોના પર રિસર્ચમાં મદદ મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *