ઘણી વાર લોકોને વીકેન્ડ પર એન્જોય કરવા માટે તમે બહાર અને ક્લબમાં જતા જોયા હશે. પરંતુ હવે દિલ્હી એનસીઆર ના વાતાવરણ માં ફેલાયેલા પ્રદૂષણ થી બચવા માટે હવે તમે ઓક્સિજન બાર જઈ શકો છો. દિલ્હીમાં સાકેત મા આવેલા સિલેક્ટ સિટી મોલ માં આ બાર ખોલવામાં આવ્યું છે. જણાવી દઇએ કે થોડા દિવસ પરિસ્થિતિ અનુકૂળ રહ્યા બાદ એકવાર ફરીથી દિલ્હી-એનસીઆર ની આબોહવા ખરાબ થઈ ચૂકી છે.
વિદેશીઓનું ઑક્સી પ્યોર બાર હવે દિલ્હી માં
દિલ્હીમાં ના સિલેક્ટ સિટી મોલ માં નવું ખૂલેલું ઑક્સી પ્યોર બાર આજકાલ ઘણું ચર્ચા માં છે. સોશિયલ મીડિયા પર પણ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. દિલ્હી એનસીઆરમાં તે પહેલું બાર છે.
મ્યુઝિકની સાથે શુદ્ધ હવા માં લો શ્વાસ
બોની બાર ની ખાસિયત પર વાત કરતાં કહ્યું કે અહીંયા અડધા કલાકના હિસાબે ચાર્જ લેવામાં આવે છે. અડધા કલાકમાં તમને શુદ્ધ હવાની સાથે-સાથે મ્યુઝિક પણ સાંભળવા મળશે. જે રીતે દિલ્હીની આબોહવા સતત જેહરિલી થતી જાય છે તેને જોતા અમે ગયા મે મહિના માં ઑક્સી પ્યોર બાર ખોલ્યું હતું. તેમણે કહ્યું કે પ્યોર બાર ને લોકોનો ઘણો સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
15 મિનિટ વિતાવવા માટે આપવા પડશે 299 રૂપિયા
ઑક્સી પ્યોર બાર ના સંચાલકે કહ્યું કે અમારી પાસે સાત રીતના અરોમા છે. જેનાથી 299 રૂપિયામાં 15 મિનિટ માટે શુદ્ધ હવા નું મ્યુઝિકલ વાતાવરણમાં આનંદ માણી શકાય છે. 499 રૂપિયામાં પણ અમે અરોમા આપી રહ્યા છીએ. અમે અહી આવવા વાળા ને પેહલા તેના વિશે બધી માહિતી આપીએ છીએ. જો કોઈને અસ્થમા અથવા બ્રોકાઇટિસ જેવી બીમારી હોય તો અમે તેમને ના પાડી દઈએ છીએ. ઓકસી બારમાં પુરી દેખભાળ રાખવામાં આવે છે.