ભારતની બરબાદી માટે ચીન-પાકિસ્તાને મિલાવ્યો હાથ, બંને મળીને કોરોના જેવા વાઈરસનો હથિયાર તરીકે ઉપયોગ કરે તેવી સંભાવના

By | August 26, 2020

ભારત અને પાકિસ્તાનનો કાશ્મીર મુદ્દે વિવાદ જગવિખ્યાત છે. વળી, હાલ ભારત-ચીન વચ્ચે પણ તણાવનો માહોલ ચાલી રહ્યો છે. એવામાં ‘દુશ્મન કા દુશ્મન દોસ્ત’ કહેવત મુજબ ભારતને બરબાદ કરવા માટે ચીન અને પાકિસ્તાન એક થઇ ગયા છે. તેમજ જૈવિક હથિયાર નો ઉપયોગ કરવા હાથ મિલાવ્યા હોવાની વાત નો ખુલાસો થયો છે.

ઓસ્ટ્રેલિયાની સિક્યોરિટી એક્સપર્ટ એન્થોની ક્લાનના રિપોર્ટ માં ઈન્ટેલિજન્સ સોર્સના આધારે આ ચોંકાવનારી માહિતી બહાર આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન અને ચીન મળી એન્થ્રેક્સ જેવા વાઈરસનો હથિયાર તરીકે ઉપયોગ કરે તેવી સંભાવના છે અને તેની જવાબદારી વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાઈરોલોજીને સોંપાઈ છે. રિસર્ચ એન્થોની ક્લાનના રિપોર્ટ માં કહેવામાં આવી રહ્યું છે કે વુહાનના વૈજ્ઞાનિક આ ખતરનાક વાઈરસ પર રિસર્ચ કરી રહ્યા છે. ક્લાનના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, પાકિસ્તાન અને ચીને 3 વર્ષની સિક્રેટ ડીલ સાઈન કરી છે.

એટલું જ નહીં, બંને દેશોના વૈજ્ઞાનિકોના સ્ટડી રિસર્ચ પેપર પણ છપાયા છે. આ સ્ટડી ડિસેમ્બર 2017થી લઈ આ વર્ષે માર્ચ સુધી કરવામાં આવી છે. તેમાં જાનવરોમાંથી માણસોમાં આવતાં વાયરસ જુનોટિક પેન્થોજન્સની ઓળખાણ અને લક્ષણો વિશે જણાવવામાં આવ્યું છે. પાકિસ્તાને આ રિસર્ચને લઈ વુહાન ઈન્સ્ટિટ્યુટને વાઈરસ સંક્રમિત સેલ્સ ઉપલબ્ધ કરાવવા માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમાં CPEC હેઠળ રિસર્ચ માટે મળેલા સહયોગ માટે પણ આભાર વ્યક્ત કર્યો છે.

ચીન હવે પાકિસ્તાનનો સહારો લઈને ભારત સામે ષડયંત્ર રચી રહ્યું હોવાની વાત બહાર આવી રહી છે. ખાસ વાત તો એ છે કે ભારત અને પશ્ચિમી દેશોને પણ આ અંગે જાણકારી મળી ચૂકી છે. ચીન પોતાના દેશમાં આ કામને અંજામ આપવા માગતું નથી અને એટલે જ આ કામ માટે પાકિસ્તાનને પસંદ કર્યુ હોવાની વાત બહાર આવી છે. ત્યારે ભવિષ્યમાં કોરોના જેવા જૈવિક હથિયારો સામે લડવા માટે ટેકનોલોજી વિકસાવવાની જરૂરિયાત ઉભી થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના જેવા વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી રાખ્યો છે. હાલ આખી દુનિયા કોરોનાની વેક્સિન શોધી રહી છે. ત્યારે ભવિષ્યમાં આવા વાયરસ સામે રક્ષણ મેળવવા આખી દુનિયાએ અત્યારથી જ વિચારણા કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *