ખેડૂતોને પાક વીમાના 14,125 કરોડના દાવાઓનું ચૂકવણું કરવા માંગ ઉઠી

By | July 28, 2020

ગુજરાત રાજ્યના ૧૦ લાખથી વધુ ખેડૂતોને હજુ સુધી પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં કપાસ અને મગફળીના પાક્વીમાંના દાવા હજુ ચૂકવાયા નથી જેથી રાજ્યના ખેડૂતોના કરોડોના દાવાઓનું ચુકવણું ત્વરિત કરાય તેવી માંગ કરવામાં આવી છે. 

મોરબી એપીએમસી ના ડીરેક્ટરે રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે પાક્વીમાં યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૦ સુધીના પ્રીમીયમ સામે ચુકવણું બાકી છે. જેમાં વર્ષ ૨૦૧૬ માં ૨૩૦૦ કરોડના વસુલ કરેલ પ્રીમીયમ સામે રૂ ૧૨૩૪ કરોડ વીમા પેટે ચૂકવ્યા, વર્ષ ૨૦૧૭ માં ૩૧૫૨ કરોડના પ્રીમીયમ સામે રૂ ૧૦૬૦ કરોડ વીમા પેટે ચુકવણું, વર્ષ ૨૦૧૮ માં રૂ ૩૨૫૯ કરોડના પ્રીમીયમ સામે રૂ ૧૦૭૫ કરોડ વીમા પેટે ચુકવણું અને વર્ષ ૨૦૧૯ માં ૩૪૭૩ કરોડના પ્રીમીયમ સામે રૂ ૧૧૧ કરોડ વીમા પેટે ચુકવણું કરાયું હતું.

સરકારના કહેવા અનુસાર રૂ ૧૪,૧૨૫ કરોડના વીમા પાત્ર દાવાઓ હજુ ચૂકવવાના બાકી છે. બીજી ખરીફ મોસમ આવી છતાં હક્કની વીમાપાત્ર રકમ ક્યાં કારણે ચૂકવાતી નથી પાક્વીમાં યોજના પ્રારંભે  ફક્ત રૂ ૨ નું પ્રીમીયમ હતું. હવે રૂ ૫૮ નું પઠાણી પ્રીમીયમ વીમા કંપનીઓ વસુલ કરે છે પરંતુ કંપનીઓની મનમાની અને રાજ્ય સરકારની ઢીલી નીતિ કે સમજુતીના ભાગરૂપે આ પ્રકારની રજુઆતોથી કોઈ જાજો ફેર પડતો નથી ખેડૂતોની મજબુરીનો ગેરલાભ ન ઉઠાવીને સરકારના કહેવા અનુસાર રૂ ૧૪,૧૨૫ કરોડના બાકી દાવાઓનું ત્વરિત ચુકવણું કરાવી થયેલ ભૂલને સુધારવામાં આવે તેવી માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *