પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ દર મહિને મળશે 10 હજાર, LIC દ્વારા 2023 સુધી ઉઠાવી શકો છો લાભ

By | June 9, 2020

સીનિયર સિટીઝન્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સ્કીમ પ્રધાનમંત્રી વય વંદના યોજનાને 2023 સુધી વિસ્તારવામાં આવી છે. એટલે કે, હવે આ સ્કીમનો ફાયદો લોકો માર્ચ-2023 સુધી ઉઠાવી શકે છે. આ સ્કીમને સરકાર LIC મારફતે ચલાવી રહી છે.

-શું મળે છે?


60 વર્ષ અને તેની ઉપરના વરિષ્ઠ નાગરિકો (Senior Citizens)ને આ યોજનામાં સામેલ થવા પર ન્યૂનતમ પેન્શનની ગેરન્ટી આપવામાં આવી છે. આ વર્ષે આ પેન્શન સ્કીમ પર 7.4 ટકાનું વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે. જો તમે પણ આ સ્કીમનો લાભ ઉઠાવવા માંગો છો, તો તાત્કાલિક રજિસ્ટર કરાવો. આ સ્કીમ મારફતો તમને 10 વર્ષ સુધી ગેરન્ટીડ ઈન્કમ મળે છે.

તો ચાલો જાણીએ આ સ્કીમ વિશે વિગતવાર માહિતી અને કેટલું કરી શકો છો રોકાણ?


પ્રધાનમંત્રી વય વંદના યોજના અંતર્ગત વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો, જ્યારે ઓછામાં ઓછું 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. આ રકમ તમારે એક સાથે જમા કરવાની હોય છે, પરંતુ પેન્શન તમે ઈચ્છો તો માસિક, ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક કોઈ પણ પ્રકારે લઈ શકો છો.

કોણ લઈ શકે છે આ સ્કીમનો લાભ?

આ યોજના અંતર્ગત રોકાણ કરનારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, ત્યારે જ તમે આ સ્કીમ હેઠળ રોકાણ કરી શકો છો.

આ યોજના અંતર્ગત 10વર્ષ સુધી 8% નક્કી વાર્ષિક રિટર્ન ની ગેરંટી સાથે પેન્શન નક્કી હોય છે. સિનિયર સિટિઝન્સને દર મહિને વધુમાં વધુ 10 હજાર રૂપિયા અને ઓછામાં ઓછા 1 હજાર રૂપિયા પેન્શન ની ગેરંટી મળે છે.

કેટલો થઈ શકે છે ફાયદો?

જો કોઈ વ્યક્તિ 15 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો 8% દરે વાર્ષિક 1 લાખ 20 હજાર રૂપિયા નું વ્યાજ મળશે. વ્યાજની રકમ માસિક ના હિસાબે 10-10 હજાર રૂપિયા, દર ત્રિમાસિક પ્રમાણે 30 હજાર રૂપિયા અને દર 6 મારે મહિને 60 હજાર રૂપિયા અને વર્ષે એક વખત પણ પેન્શનની રકમ લઇ શકાય છે. એટલે કે, 10 હજાર રૂપિયાની માસિક આવક ની ગેરંટી હશે.

એક પરિવારમાં 10 હજારથી વધુનો પેન્શન નહીં મળે

આ સ્કીમ અંતર્ગત કેટલા પણ લોકો રોકાણ કરે, પરંતુ એક પરિવારને એક મહિનામાં 10 હજારથી વધુ પેન્શન નહીં આપવામાં આવી શકે. સરકારે આ પ્રકારની જોગવાઇ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *