સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસનસ સંક્રમણ સામે લડી રહ્યું છે ત્યારે હાલ સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે જે દર્દી એકવાર કોરોનાના ભરડામાં આવે તેના શરીરમાં એન્ટીબોડી સ્વરૂપે ઇમ્યુનિટી સિસ્ટમ વિકસિત થાય છે જે ફરીવાર સંક્રમિત થતા અટકાવે છે. વધુમાં આ એન્ટીબોડીનો ઉપયોગ અન્ય પોઝિટિવ દર્દીની સારવાર માટે કરી શકાય તેવા અહેવાલ પણ સામે આવતા આરોગ્ય તંત્ર પ્લાઝ્મા ડોનેશન તરફ વળ્યું હતું પરંતુ કોરોના વારંવાર સ્વભાવ બદલતો હોય તેવું લાગી રહ્યું છે. કોરોના એવી વ્યક્તિને ઓન થઈ શકે છે જે અગાઉ એકવાર સંક્રમિત થઈ ચુક્યા હોય અને કોરોના સામેની જંગ લડીને બહાર આવ્યા હોય. હાલ આ બાબતનો હજી સુધી કોઈ જર્નલમાં ઉલ્લેખ કરાયો નથી પરંતુ વૈશ્વિક સ્તરના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ૩૩ વર્ષીય વ્યક્તિમાં પ્રથમ વખત હળવા લક્ષણો જોવા મળ્યા હતા જ્યારે બીજી વખત કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળ્યા ન હતા જે સૂચવે છે કે તેની રોગપ્રતિકારક શક્તિ ગંભીર બીમારી સામે થોડો સંરક્ષણ આપે છે.
તેનું તાજેતરનું ઉદાહરણ છે કે, હોંગકોંગ એરપોર્ટ પર જ્યારે સ્ક્રિનીંગ અને પરીક્ષણ શરૂ કરાયું હતું ત્યારે અગાઉ સંક્રમિત થયેલા વ્યક્તિમાં ફરીવાર કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. સંશોધનકારોએ જણાવ્યું હતું કે આનુવંશિક પરીક્ષણોથી વાયરસના જુદા જુદા તાણ બહાર આવ્યા છે. બીજા ઘણા સંભવિત કેસો નોંધાયા છે. જેમાં યુ.એસ.ના એક માણસનો સમાવેશ છે, જે પહેલા કરતા બીજી વખત વધુ બીમાર હતો. જો લોકો ચેપ લગાવી શકે છે.
કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયેલી ૨૭ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. ફોર્ટિસ હોસ્પિટલના જણાવ્યા અનુસાર જુલાઇ મહિનામાં આ મહિલા પહેલીવાર કોરોનાથી સંક્રમિત થઇ હતી. તેને સારવાર અપાયા બાદ કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરાઇ હતી. જોકે એક જ મહિનામાં તેનામાં ફરી કોરોનાના લક્ષણ જોવા મળતાં ફરી ટેસ્ટ કરાયો જે પોઝિટિવ આવ્યો હતો.
આ પછી તેલંગણાના આરોગ્યમંત્રી ઇ. રાજેન્દરે અગાઉ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાથી ફરી સંક્રમિત થયાના બે કેસ સામે આવ્યાં છે. બે દિવસ પહેલાં મુંબઇમાં કોરોના સંક્રમણમાંથી બે મહિના પહેલાં રિકવર થયેલા એક ડોક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
આરોગ્ય નિષ્ણાતો સામાન્ય રીતે માને છે કે જે લોકો અગાઉ કોવિડ ૧૯ થી પીડાતા હતા અને ત્યારબાદ તેમનો સ્વસ્થ બચાવ કરાયો હતો ત્યારે ફરીવાર તેમને જ્યારે ચેપ લાગે તો તેમના શરીરમાં રહેલું એન્ટીબોડી થોડી પ્રતિરક્ષા કરવામાં મદદરૂપ બનશે. પરંતુ એ બાબત વિશે કોઈ સ્પષ્ટતા આવી નથી કે એન્ટીબોડી કેટલું રક્ષણ આપી શકે છે, અથવા તે કેટલો સમય વ્યક્તિની રક્ષા કરી શકે છે ? મહત્વપૂર્ણ છે કે જો રોગપ્રતિકારક શક્તિ કામ કરવાનું બંધ કરી દે તો, તે રસીઓ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે હવેના સમયમાં બૂસ્ટર શોટની જરૂર પડી શકે છે. તે પણ અસ્પષ્ટ છે કે ફરીથી ચેપગ્રસ્ત લોકો અન્ય લોકોમાં વાયરસ ફેલાવવા માટે સક્ષમ હશે કે નહીં? હાલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું માનવું છે કે આ મહામારીથી બચવા લોકોએ માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવો અનિવાર્ય છે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું પણ જરૂરી છે.
વિશ્વના સંખ્યાબંધ દેશોમાં કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયેલા દર્દીઓ ફરીથી સંક્રમિત થઇ રહ્યાં હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. અમેરિકા, હોંગકોંગ, નેધરલેન્ડ, બેલ્જિયમ જેવા દેશોમાં સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દીઓને ફરી કોરોના વાઇરસનો ચેપ લાગ્યાની ઘટનાઓ નોંધાઇ છે. જેના પગલે કોરોનાની રસી તૈયાર કરી રહેલા વૈજ્ઞાનિકો ચિંતામાં પડયાં છે. તેમને ભય છે કે કોરોના વાઇરસના અલગ અલગ પ્રકાર સામે તેમના દ્વારા વિકસાવાયેલી રસી સફળ થશે કે કેમ?