કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિ માટે બની શકે છે ખતરનાક, સાંભળવાની શક્તિ થઇ શકે છે નબળી

By | October 14, 2020

કોરોના વાયરસના કારણે સંક્રમિત થયેલ વ્યક્તિ કાયમ માટે સાંભળવાની શક્તિને ખોઈ બેસસે એ બાબતે સંશોધન ચાલી રહ્યું છે. બ્રિટિશ નિષ્ણાતો કહે છે કે આ અચાનક થયેલી સમસ્યાનું નિવારણ ટૂંક સમયમાં શોધી કાઢવું અને તેની સારવાર કરવી જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસ શરીરને પ્રભાવિ કરતાં લક્ષણો સ્વાદ અને ગંધ પારખવાની શક્તિ ગુમાવી દેવાને કારણે  શરીરના વિવિધ અવયવોના નુકસાનથી  વિભિન્ન અંગોને નુકસાન કરવા સાથે શરીરમા અનેક રીતે પ્રભાવી કરી શકે છે.

કોરોના ના કારણે સંક્રમિત વ્યક્તિની સાંભળવાની શક્તિ નબળી પડી શકે છે 

ડોક્ટરોને આ બાબતના નવા પુરાવા મળ્યા છે કે કોરોના સંક્રમિત વ્યક્તિની સાંભળવાની શક્તિને નબળી બનાવી શકે છે. યુનિવર્સિટી કોલેજ લંડનના ‘જર્નલ બીએમજે’ માં પ્રકાશિત એક અહેવાલ મુજબ, 45 વર્ષિય  કોરના સંક્રમિત અને અસ્થમાથી સંક્રમિત વ્યક્તિને આઇસીયુ (ઇન્ટેન્સિવ કેર યુનિટ) માં વેન્ટિલેશન પર રાખવામાં આવ્યા હતા. દર્દીને એન્ટી-વાયરલ ડ્રગ રેમેડિસવીયર અને નસોમાં સ્ટીરોઈડ આપવામાં આવ્યા હતા.

અઠવાડિયા પછી દર્દીના કાનમા વિચિત્ર અવાજ આવવાનું સારું થયું 

આઇસીયુમાંથી નીકળ્યાના લગભગ એક અઠવાડિયા પછી, દર્દીના કાનમાં એક વિચિત્ર રિંગિંગ અવાજ આવવાનું ચાલુ થયું. અને પાછળથી તેના ડાબા કાનમાંથી સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી. આ ઘટના પછી, ડોકટરોએ તેમના બચાવમાં કહ્યું, “દર્દીના કાનમાં કોઈ સમસ્યા નહોતી. તેથી તેને એવી કોઈ દવા આપવામાં આવી નથી કે જે તેની સાંભળવાની શક્તિને અસર કરે.

દર્દીને બીજી કોઈ બીમારી પણ નથી 

વધુ તપાસ કરતા જાણવામાં આવ્યું છે કે દર્દીને ફ્લૂ અથવા એચ.આય.વી પણ નથી. તેથી ઓટોઈમ્યુનની સમસ્યાના પણ કોઈ સંકેત નથી દેખાતા. ઉપરાંત, સંબંધિત વ્યક્તિને પહેલાં ક્યારેય સાંભળવાની મુશ્કેલી થઈ જ નહોતી. ત્યારબાદના ટેસ્ટિંગથી ખબર પડી કે દર્દીના ડાબા કાનમાં એક ‘સેન્સોરિન્યુરલ હિયરિંગ લોસ’ થઈ છે. એવી સ્થિતિ જેમાં કાનનો આંતરિક ભાગ અથવા અવાજ માટે જવાબદાર ચેતાને નુકસાન પહોંચ્યું હતું. આંશિક સફળતા સાથે સ્ટીરોઇડ્સ સાથે તેમની સારવાર કરવામાં આવી છે.

કોરોના વાયરસ સાંભળવાની શક્તિને નુકશાન પહોંચાડે તેવી સંભાવના છે 

યુકેમાં આ પ્રકારનો એક માત્ર કેસ નોંધાયો છે. જો કે અન્ય દેશોની તુલનામાં અહીં ઓછા કેસ નોંધાયા છે. અભ્યાસના સહલેખિકા ડો. સ્ટેફેનિયા કોઉમ્પા કહે છે કે, હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે કોવિડ 19થી સાંભળવાની શક્તિને ડેમેજ કરે છે, પરંતુ તેની સંભાવના હોઈ શકે છે. ડો. કૌઉમ્પાએ કહ્યું, એ સંભવ છે કે SARS COV-2 (સાર્સ-કોવ-૨) વાયરસ કાનના આંતરિક કોષોમાં પ્રવેશી શકે છે અને તેને નુકસાન પહોંચાડે છે અથવા શરીરમાં સાયટોકાઇન્સ નામના દાહક કેમિકલ રિલિઝ થવાને કારણે આવું બની શકે છે. જે કાન માટે ઝેરી હોય છે. તેમણે કહ્યું કે  ઇન્ફ્લેમેટરી કેમિકલ્સ અથા સાઈટોકિન્સના પ્રોડક્શનની સંભાવનાને સ્ટેરોઇડ્સ ઓછું કરવામાં મદદ કરી શકે છે. સંશોધન ટીમનું કહેવું છે કે કોવિડ -19 દર્દીને આઈસીયુમાં કાનની સમસ્યા વિશે પૂછવામાં આવવું જોઈએ અને તેમને ઈમરજન્સીમાં સારવાર માટે મોકલવામાં આવવા જોઈતા હતા. ડો.કોઉમ્પાએ કહ્યું કે, એક કાનથી સાંભળવાની શક્તિ ગુમાવવાથી કોઈ પણ વ્યક્તિની જિંદગીમાં મોટી અસર પડી શકે છે.

સર્વે કાર્ય બાદ 121 દર્દીઓમાંથી 16 દર્દીઓને સાંભળવામાં મુશ્કેલી 

યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં ઓડિઓલોજીના પ્રોફેસર કેવિન મુનરો આ સંશોધનનો ભાગ નહોતા બન્યા પરંતુ તેમણે ધ્યાન દોર્યું કે ઓરી અથવા ગાલપચોળિયાં (કન્ફેડરેટ) જેવા રોગો માટે જવાબદાર વાયરસ કાનને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે માહિતી આપી હતી કે તેમણે તેમની ટીમ સાથે હોસ્પિટલમાં એડમિટ કોરોના સંક્રમિત દર્દીઓનો સર્વે કર્યો હતો. આ સર્વેમાં 121 દર્દીઓમાંથી 16 દર્દીઓ એવા પણ મળ્યાં છે, જેમણે ડિસ્ચાર્જના બે મહિના પછી સાંભળવાની મુશ્કેલીઓ ચાલુ થઈ છે. મુનરોએ કહ્યું કે તેમની ટીમ હવે આ સમસ્યાનું કારણ શોધવા માટે કામ કરી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *