ફક્ત બે મહિનાની અંદર જ PM CARES ફંડમાં 10,600 કરોડથી પણ વધુ રકમ જમા થઈ

By | June 5, 2020

ધંધાદારીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓ, ટ્રસ્ટ અને વ્યક્તિગત દાનની મદદથી પીએમ કેર્સ ફંડમાં કુલ 1.4 બિલિયન એટલે કે 10,600 કરોડથી પણ વધુ રકમ જમા થઈ છે. સરકાર દ્વારા સત્તાવાર માહિતી જાહેર કરવાની હજી બાકી છે. ત્યારે સરકારી સૂત્રોનું કહેવું છે કે વાસ્તવમાં આ રકમ 10,600 કરોડ કરતા પણ વધુ હોઈ શકે છે.

ઇમરજન્સીની પરિસ્થિતિઓમાં વડાપ્રધાનના નાગરિક સહાયતા અને રાહત અંગે ના ડેટા અને જાહેરમાં ઉપલબ્ધ સ્ત્રોતો માથે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ આ ફંડનો એક અંદાજ લગાવ્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ડેટા મુજબ PM CARES ફંડમાં ખાનગી ક્ષેત્ર અને તેના કર્મચારીઓ નો ફાળો ૫૩%, પબ્લિક સેક્ટર અને તેના કર્મચારીઓ નો ફાળો ૪૨% અને વધેલા 5% માં નેતાઓ સેલિબ્રિટીઝ અને સામાન્ય જનતાનો ફાળો છે.

તેમા ટાટા ટ્રસ્ટ દ્વારા 1,500 કરોડ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલ 1,000 કરોડનું દાન સૌથી અલગ તરી આવે છે.

રશિયન કંપની રોસોબોર્નએક્સપોર્ટ દ્વારા આ ફંડમાં 16 કરોડ રૂપિયા દાન આપવામાં આવ્યું છે. જ્યારે વ્યક્તિગત ફાળાની વાત કરીએ તો બાબા રામદેવ, અક્ષય કુમાર અને સચિન તેંડુલકરે મળીને 107 કરોડ રૂપિયા દાન કર્યા છે.

૨૮ માર્ચના રોજ અસ્તિત્વમાં આવેલુ પીએમ કૅર્સ ફંડ એ પ્રધાનમંત્રીના પીએમ રિલીફ ફંડ કરતા અલગ રાખવામાં આવ્યું છે. પીએમ રીફન્ડ નો ઉપયોગ દેશના કોઈ પણ ખૂણે લોકોને આફતમાંથી ઉગારવા માટે કરવામાં આવે છે. જ્યારે પીએમ કેર્સનો મુખ્ય ઉદ્દેશ કોરોનાવાયરસ ની મહામારી દરમિયાન મદદ કરવાનો છે.

હાઇપ્રોફાઇલ લોકો જેવા કે દલાઈ લામા, પ્રિયંકા ચોપડા, મનીષ મલ્હોત્રા, કટરીના કેફ વગેરે દ્વારા પીએમ કેર્સ ફંડમાં દાન આપવામાં આવ્યું છે, પરંતુ તેમણે આંકડા જાહેર કરવાની મનાઈ કરી છે.

આ ઉપરાંત લાખો સામાન્ય લોકો જેમકે મિલેટ્રી ઓફિસર રિટાયર ઓફિસર્સ ફેરિયાઓ વગેરે પણ પીએમ કૅર્સ ફંડમાં દાન આપ્યું છે રિટાયર ડિફેન્સ એન્જિનિયર સુરેન્દ્ર મોહન અને તેની બહેને મળીને પોતાની બચત માંથી એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

આ ઉપરાંત પેટીએમ, ફોન-પે અને એમેઝોન પરથી પણ PM CARES ફંડમાં મોટું દાન આવ્યું છે. પેટીએમ એ ૫૦૦ કરોડ તેમજ ફોન-પે અને એમેઝોને 100-100 કરોડ રૂપિયાનું દાન ઉઘરાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *