PM CARES ફંડમાં ફક્ત 5 જ દિવસમાં 3076 કરોડ રૂપિયા જમા થયા

By | September 3, 2020

PM કેયર્સ ફંડ પર જનતા અને વિપક્ષ દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા હતા. ‘ફંડમાં કેટલું દાન આવ્યું અને તે ક્યાં વપરાયું?’ આ સવાલ મુખ્ય હતા. આ અંગે RTI પણ કરવામાં આવી હતી. પરંતુ તેમાં પણ પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કોઈ ઉત્તર આપવામાં આવ્યા નહોતા. હવે PM કેયર્સ ફંડ દ્વારા નાણાંની ચુકવણી અને તેમાં જમા કરાયેલા નાણાકીય વર્ષ 2019 – 20 માટેના પ્રથમ ઓડિટ અહેવાલમાં આ માહિતી પ્રાપ્ત થઈ છે. કોરોના સંકટને પહોંચી વળવા આ ભંડોળની શરૂઆત 27 માર્ચે રૂ. 2.25 લાખના પ્રારંભિક ભંડોળ સાથે કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, દેશના લોકોએ 31 માર્ચ 2020 સુધી પ્રથમ પાંચ દિવસમાં સ્વૈચ્છિક રૂપે 3,075.8 કરોડ રૂપિયા આ ભંડોળને આપ્યા છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલી માહિતી પ્રમાણે ૨૭મી માર્ચે પીએમ કેર્સ ફંડની શરૂઆત થઈ હતી. તેના પાંચ જ દિવસમાં દુનિયાભરમાંથી એમાં 3076 કરોડ રૂપિયાનું ફંડ એકઠું થયું હતું. 31મી માર્ચે પીએમ કેર્સ ફંડના બેંક એકાઉન્ટમાં 3076 કરોડ રૂપિયા એકઠાં થયા હતા. એમાંથી 3075.85 કરોડ રૂપિયા દેશમાંથી મળ્યા હતા, જ્યારે 39.96 લાખ રૂપિયા વિદેશથી દાન પેટે મળ્યા હતા.

2.25 લાખ રૂપિયાના ફંડ સાથે PM CARES Fundની શરૂઆત થઈ હતી

સ્ટેટમેન્ટમાં કહેવાયું હતું એ પ્રમાણે 2.25 લાખ રૂપિયાના ફંડ સાથે પીએમ કેયર્સની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં ૩૫ લાખ રૂપિયા વ્યાજ પેટે જમા થઈ ચૂક્યા છે. પીએમ કેર્સની વેબસાઈટમાં જાહેર કરાયેલા ઓડિટ રીપોર્ટમાં જોકે, ડોનર્સના નામ જાહેર થયા ન હતા. સરકારે ઘરેલું અને વિદેશી ડોનર્સ અંગે વધુ વિગતો આપી ન હતી. ૨૦૨૦ નાણાકીય વર્ષ પ્રમાણે આ અહેવાલ અપાયો હતો.

નાણામંત્રી પી.ચિદમ્બરમે સરકારની ટીકા કરી હતી

પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલ ઓડિટ રિપોર્ટ પર કોંગ્રેસી નેતા અને પૂર્વ નાણામંત્રીએ સવાલ ઉઠાવ્યા છે. ચિદમ્બરમે કહ્યું કે, સરકાર તે લોકો નામ જાહેર કરવાથી કેમ ડરી રહી છે, જેમણે દાન કર્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, તમામ અન્ય એનજીઓ અથવા ટ્રસ્ટ એક મર્યાદાથી વધુ રકમનું દાન કરનારનું નામ જાહેર કરવા બંધાયેલ છે. માટે PM CARES FUNDમાં છૂટ કેમ છે ?

PM CARES Fundમાં પણ લાગુ પડે છે આ નિયમો: કોંગ્રેસ

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે બીજા બધા ટ્રસ્ટ માટે જે નિયમો ફરજિયાત છે એ ટ્રસ્ટ હોવાના કારણે પીએમ કેર્સ ફંડને પણ લાગુ પડે છે. તેમ છતાં એ નિયમોનું પાલન કેમ થયું નથી? સરકાર દેશ અને વિદેશના દાતાઓ વિશે માહિતી જાહેર કરે એવી માગણી તેમણે કરી હતી.

કોરોના મહામારીથી લડવા માટે PM CARES Fundની શરૂઆત થઈ હતી

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી વચ્ચે પીએમ કેર્સ ફંડની શરૂઆત થઈ હતી. પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે તેની સ્થાપના થઈ હતી.કોરોના જેવી મહામારી વખતે આર્થિક મદદ મેળવીને જરૂરતમંદ સુધી પહોંચાડવાનો હેતુ એ પાછળ રખાયો હતો. જોકે, તે બાબતે અવારનવાર વિપક્ષોએ સવાલો ઉઠાવ્યા હતા.

કોણે કેટલી રકમ આપી તે જાહેર નથી કરાયું

જો કે, આ અહેવાલ 27 માર્ચથી 31 માર્ચ સુધીના પાંચ દિવસનો છે અને ત્યારબાદનો અહેવાલ આ નાણાકીય વર્ષના અંત પછી એટલે કે એપ્રિલ 2021 માં અથવા તે પછીના સમયગાળામાં આવી શકે છે. જોકે, આ રકમ કયા વ્યક્તિએ આપી છે તે વિશે માહિતી આપી નથી.

જાણો કેટલું મળ્યું વિદેશી ભંડોળ 

રિપોર્ટ અનુસાર, કેયર્સ ફંડમાં 31 માર્ચ સુધીમાં 39.6 લાખ રૂપિયાનું વિદેશ ફંડ મળ્યું છે. એટલું જ નહીં પરંતુ પ્રથમ 5 દિવસમાં સ્થાનિક દાનથી 35.3 લાખ રૂપિયા અને વિદેશી દાનથી 575 રૂપિયાનું વ્યાજ પણ મળ્યું છે. આમ વિદેશી દાન પર સર્વિસ ટેક્સ કાપ્યા બાદ પીએમ કેયર્સ ફંડમાં કુલ 3,076.6 રૂપિયા રહ્યા.

આટલી રકમ જમા થઇ છે, છતાં ગરીબ મજૂરો પગપાળા ગયા 

PM CARES ફંડમાં આટલી રકમ જમા થઇ હોવા છતાં પણ લોકડાઉન દરમિયાન ગરીબ મજૂરો પગપાળા પોતાના વતને ગયા હતા. તેમની પાસેથી ટ્રેનનું સામાન્ય કરતા પણ વધુ ભાડું વસુલવામાં આવ્યું હતું. ફંડની રકમ તો જણાવી દીધી પણ ક્યાં વાપરી તે અંગે કોઈ માહિતી આપી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *