દેશ માં પાછું લૉકડાઉન લાગશે કે નહિ? જુઓ PM મોદી એ શું જણાવ્યું

By | June 17, 2020

તમિળનાડુએ સંપૂર્ણ લોકડાઉન લાદ્યું

તમિળનાડુમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. જે પછી તમિલનાડુની સરકારે સોમવારે ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. આ લોકડાઉન 19 જૂનથી 30 જૂન સુધી લાદવામાં આવશે અને આ સમય દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે. નિષ્ણાત પેનલના સૂચનના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉનની મદદથી, રાજ્યમાં વાયરસના વધતા જતા કેસોને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તામિલનાડુમાં 46 હજારથી વધુ લોકોને કોરોના નો ચેપ લાગ્યો છે.

આ રાજ્યોએ લોકડાઉન લાદવાની ના પાડી હતી

દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત છે. પરંતુ અહીં સરકારે લોકડાઉન લાદવાની ના પાડી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ તાજેતરમાં તે બધા અટકળ ને નકારી દીધી હતી જેમાં ફરીથી દિલ્હીમાં લોકડાઉન થવાની ચર્ચા થઈ રહી હતી. તે જ રીતે, મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારો પણ લોકડાઉન લગાવવાના પક્ષ માં નથી.

દેશમાં લોકડાઉન લાદવામાં આવશે નહીં: વડા પ્રધાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરતાં કહ્યું કે આપણે કોરોનાને જેટલું રોકી શકીશું, એટલી આપણી અર્થવ્યવસ્થા ખુલી જશે. આપણી કચેરીઓ ખુલશે, બજારો ખુલશે, પરિવહન ના સાધનો ખુલશે અને એટલા જ રોજગાર ની નવી તક મળશે.

ભારતમાં રિકવરી દર સરો છે

મોદીએ ભારતના રિકવરી દર પર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે ભારતમાં રિકવરી દર 50 ટકાથી ઉપર છે અને આપણા દેશમાં મૃત્યુદર અન્ય દેશોની સરખામણીએ ઘણો ઓછો છે. આપણે કોરોનાથી બચાવ માટે ઘણું સચેત રેહવાનું છે. મોદીએ લોકોને માસ્ક લગાવવાની અપીલ કરી અને સાથે જ થોડી થોડી વારે 20 સેકંડ સુધી સાબુથી હાથ ધોવા માટે જણાવ્યું. આની સિવાય મોદી એ કહ્યું કે ભવિષ્ય માં જ્યારે પણ ભારત નો કોરોના સામે લડાઇ નો અભ્યાસ હશે તો આ સમય એટલા માટે પણ યાદ કરવામાં આવશે કે કેવી રીતે આ સમય માં આપણે સાથે મળીને કામ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *