વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે આટલી મિલકત, જાણો કેવી રીતે વધી તેમની સંપત્તિ અને ક્યાં કરે છે રોકાણ

By | October 15, 2020

મોટાભાગના ભારતીયની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતાના પૈસા બેંકમાં સંભાળીને રાખે છે અને બચત કરે છે. તેમણે પોતાની કમાણીનો એક મોટોભાગ ટર્મ ડિપોજિટ્સ અને સેવિંગ્સ અકાઉન્ટસમાં જમા કરાવી રાખ્યો છે. 12મી ઑક્ટોબરના રોજ વડાપ્રધાને પોતાની સંપત્તિની માહિતી સામે મૂકી છે. 30 જૂન સુધી પ્રધાનમંત્રીની પાસે કુલ 1,75,63,618 રુપિયાની સંપત્તિ હતી. તેમની પાસે 30 જૂનના રોજ 31,450 રુપિયા રોકડ હતા. ગત વર્ષની સરખામણીએ તેમની ચલ સંપત્તિ 26.26 ટકા વધી છે. આ વધારાની પાછળ તેમના પગારમાંથી થયેલી બચત અને ફિક્સ ડિપોર્જિટમાંથી મળેલું વ્યાજને ફરી રોકાણ કરવાનું કારણ છે. 2019ના વર્ષની સરખામણીએ તેમની મિલકતમાં 36 લાખનો વધારો થયો છે. આ વધારો બેંકો અને અન્ય કેટલાક સુરક્ષિત સાધનોમાં ઇન્વેસ્ટ કરવાથી થયો છે. બેંકોમાંથી તેમને 3.3 લાખ રિટર્ન મળ્યું છે, જ્યારે અન્ય સાધનોમાંથી 33 લાખ રૂપિયાનું રિટર્ન મળ્યું છે.

ક્યાં ક્યા કર્યુ છે રોકાણ 

30 જૂન સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે કુલ 1,75,63,618 રૂપિયાની જંગમ સંપત્તિ હતી. જેને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગાંધીનગર બ્રાન્ચમાં ફિક્સ ડિપોઝિટ કરાવી રાખ્યા છે. તેમની પાસે 30 જૂન સુધીમાં 31,450 રૂપિયા રોકડમાં હતા. ગત વર્ષ તેની વેલ્યૂ  1,27,81,574 રુપિયા હતી જે 30 જૂન 2020એ વધીને  1,60,28,039 થઈ ચૂકી છે. મોદીએ ટેક્સ બચાવનારી જગ્યાઓ પર પૈસા લગાવ્યા છે. તેમનું રોકાણ લાઈફ ઈન્સ્યોરન્શ ઉપરાંત નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSCs) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બ્રાન્ડ્સમાં છે.  તેમણે સેવિંગ્સ સર્ટિફિકેટ્સમાં વધારે પૈસા લગાવ્યા છે અને વીમા પ્રીમિયમ પણ ઓછા થઈ ગયા છે. મોદીની પાસે  8,43,124 ના NSCs છે અને વીમાનું પ્રીમિયમ 1,50,957 રુપિયા છે. જાન્યુઆરી 2012માં તેમણે 20 હજાર રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ખરીદ્યા હતા.જે હજુ સુધી મેચ્યોર થયા નથી.

કેટલી છે સંપત્તિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ 30 જૂન 2020ના રોજ વધીને 2.85 કરોડ રૂપિયા થઇ ગઇ છે. 2019ની સાલની સરખામણીમાં તેમાં 36 લાખ રૂપિયાનો વધારો થયો છે.  પીએમ મોદીની કુલ સંપત્તિ 30 જૂન 2020ના રોજ વધીને 2.85 કરોડ રૂપિયા થઇ ગઇ છે. 2019ની સાલની સરખામણીમાં તેમાં 36 લાખ રૂપિયાનો વધારો થયો છે. પીએમ મોદીની ગયા વર્ષે સંપત્તિ 2.49 કરોડ રૂપિયા હતી. એવા સમયમાં જ્યારે અર્થતંત્રની સ્થિતિ ખરાબ છે અને શેર બજારમાં વોલેટાલિટી રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીન પોતાની સંપત્તિ કેવી રીતે વધારી રહ્યા છે એ જાણવામાં દરેકને રસ હશે. હકીકતમાં પીએમ મોદીની સંપત્તિ ખાસ કરીને બેન્કો અને સુરક્ષિત સાધનોમાં લગભગ રોકાણથી વધી છે. બેન્કોમાંથી તેમને 3.3 લાખ રિટ્ન મળ્યું તો અન્ય સાધનોમાંથી 33 લાખ રૂપિયાનું રીટર્ન મળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અચલ સંપત્તિઓમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. તાજા ડિટેલ્સ અનુસાર મોદીના નામ પર ગાંધીનગરમાં એક મકાન છે. જેની કિંમત 1.1 કરોડ છે. આ ઘરનો માલિકાનો હક મોદી અને તેમના પરિવારનો છે. મોદી પર કોઈ દેવું નથી. તેમની પાસે કોઈ કાર નથી. સોનાની 4 અંગૂઠિઓ છે.

ગયા વર્ષે થયેલી લોકસભાની ચૂંટણી માટે દાખલ કરેલા સોગંદનામામાં PMએ કુલ 1.14 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ બતાવી હતી. તે સમયે તેમની પાસે બેંકમાં 1.27 કરોડ રૂપિયા જમા હતા. પીએમ નરેન્દ્ર મોદી સિવાય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણા મંત્રી નિર્મલા સીતારમણ સહિત અનેક સિનિયર મંત્રીઓએ પોતાની સંપત્તિ રજુ કરી નથી. રામદાસ અઠાવલે, બાબુલ સુપ્રિયો સહિત હજુ કેટલાંક જુનિયર મંત્રીઓએ તેમની આ જાણકારી સાર્વજનિકરૂપે જાહેર કરી નથી.

 કેન્દ્રીય મંત્રીઓને તેમની સંપત્તિને જાહેર કરવાની વ્યવસ્થા 2004માં અટલ બિહારી બાજપેયીની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. સાંસદોને તેમના પરિવારના લોકોની આવક અંગે પણ દર વર્ષે જાહેરાત કરવી પડે છે. લોકપાલ અને લોકાયુક્ત એક્ટ, 2013 પછી દરેક સરકારી નોકરોએ તેમની વાર્ષિક આવકની જાણકારી સાર્વજનિક રૂપે કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *