નમાલો રાજા, નમાલી પ્રજા : પેટ્રોલ-ડીઝલના ભાવમાં 8 નહીં, 16 રૂપિયાનો વધારો થાય તો પણ પ્રજાનો ઉંહકારો નહીં સંભળાય

By | June 21, 2020

જુલમ સહન કરવા ટેવાયેલી ભારતની પ્રજામાં બળવો કે વિરોધ કરવાની કોઈ જ તાકાત રહી નથી. એક સમયે સોનાની ચીડીયા ગણાતા ભારતને મોગલો, અંગ્રેજૉ અને હવે શાસકો મનફાવે એ રીતે રંજાડી રહ્યા છે. ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે આ દેશની પ્રજાને ખૂબ મોટી આશા હતી. લોકો એવું માનતા હતા કે ભાજપ શાસનમાં આવશે એટલે દેશની કાયાપલટ થઇ જશે, ચોતરફ રામરાજ્ય હશે.ક્યાંય અન્યાય નહીં હોય. પરંતુ રામના નામ પર દેશને ગાડી કબજે કરવામાં સફળ રહેલા ભાજપ શાસકોએ દેશની કદાચ સૌથી વધુ બદતર હાલત કરી હશે.

વિપક્ષની પાટલી પર બેસીને કાતર જેવી જ જબાન ચલાવતા ભાજપ શાસકોની આજે આખી જ બદલાઈ ગઈ છે. દરેક બાબતે હું જ સર્વશ્રેષ્ઠ હોવાની ઘેલછામાં રાચતા શાસકોનું નિષ્ણાંતોની સલાહ લેવામાં નાક કપાઈ જાય છે. ભારત જ નહિ દુનિયાના અમેરિકા જેવા શક્તિશાળી દેશના રાજવીઓ પણ જે તે વિષયના નિષ્ણાંતોની સલાહની અવગણના કરતાં પહેલાં વિચારે છે. નોટ બંધી નિર્ણયની સાથે જ દેશના અર્થતંત્રના પતનની શરૂઆત થઈ હતી. નોટ બંધી વખતે એવો દાવો કરવામાં આવ્યો હતો કે નોટ બંધી ના કારણે આતંકવાદ નામશેષ થઈ જશે. પરંતુ આ દાવો કેટલો ખોખલો પુરવાર થઇ રહ્યો છે કહેવાની જરૂર નથી.

લોકોને યોગ શીખવતાં શીખવતાં રાજકારણમાં ઘૂસી ગયેલા બાબા રામદેવે પણ નોટ બંધી નું સમર્થન કર્યું હતું અને સરકાર સાથેની ભાઈબંધીમાં બાબા રામદેવ ની કંપની કેટલા કરોડોનું ર્ટન ઓવર કરે છે એનાથી લોકો અજાણ નથી.

રિઝર્વ બેન્કના એક નહીં બબ્બે ગવર્નર હોદ્દો છોડીને ભાગી ગયા અને છતાં સરકારને કોઈ વાતમાં ગંભીરતા દેખાતી નથી. ભારત સહિત દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ બૂમો પાડી પાડીને ચેતવણી આપી છતાં બહેરા કાને કોઈની વાત પણ સાંભળી નહીં અને દેશ ક્રમશઃ આર્થિક રીતે તૂટતો ગયો. વેપાર-ધંધા ખોટ કરવા માંડ્યા અને બેરોજગારોની સંખ્યા વધવા માંડી. પરિવારોની રહી સહી બચત વરસાદના પાણીના પૂરની માફક ધોવાઈ ગઈ અને છતાં શાસકો ઘોરતા રહ્યા અને આજે દેશ નું અર્થતંત્ર પાયમાલી ના કગાર ઉપર આવીને ઉભું છે.

હવે કોરોનાના વાવર ની મહામારી એ દેશને બેવડ વાળી દીધો છે. કેટલાક માલેતુજાર અને સત્તા પક્ષના કેટલાક લોકો બાદ કરતા મોટાભાગના પરિવારો અને હાલત અત્યંત ખરાબ છે. હાલત એવી છે કે મધ્યમ વર્ગીય પરિવાર એ પણ રાશન કીટ લેવા માટે લાઈનમાં ઉભુ રહેવું પડે છે. પરંતુ હવે રાશનકાર્ડ આપનારા પણ રહ્યા નથી. આવતી કાલે શું થશે કોઈને ખબર નથી લોકોના ખિસ્સા ખાલી છે અને સરકારી એજન્સીઓ ટેક્સના નાણાં ઉઘરાણી માટે દમ મારી રહી છે. બેન્કો પણ લોન નહીં આપવાના બહાના શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *