ગરીબ કલ્યાણ રોજગારી અભિયાનથી 6 રાજ્યના પ્રવાસી કામદારોને મળશે 125 દિવસ કામ, મોદી સરકાર કરશે 50,000 કરોડની ફાળવણી

By | June 18, 2020

આ યોજનાનો લાભ લેવા માટે મજૂરોને કોમન સર્વિસ સેન્ટર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર નોંધણી કરવી પડશે. પીએમ કાર્યાલય ની તરફથી જાહેર કરેલા નિવેદન માં જણાવ્યું છે કે આ 116 જિલ્લામાં પ્રત્યેકમાં લગભગ 25 હજાર એવા મજદૂર છે જે કામ છોડીને પાછા આવ્યા છે.

નરેન્દ્ર મોદી સરકારે પ્રવાસી મજૂરોને રોજગાર દેવાના આશયથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. પીએમ નરેન્દ્ર મોદી બિહારના ખગડીયા જિલ્લા માંથી આ અભિયાનની 20 જૂને શરૂઆત કરશે. 125 દિવસ ચાલવાવાળા અભિયાનમાં દેશના 6 રાજ્યો અને 116 જિલ્લા નો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ સબંધમાં નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે 20 લાખ કરોડ રૂપિયા ના પેકેજ હેઠળ આ સ્કીમ માટે 50 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.

આ સ્કીમ ને જે 6 રાજ્યો અને 116 જિલ્લામાં ચલાવવામાં આવશે, તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડીશા સામેલ છે. પીએમ કાર્યાલય મુજબ આ જિલ્લામાં લગભગ બે તૃતીયાંશ હાજર મજૂરો ને આ સ્કીમ હેઠળ લાભ મળશે. પીએમ મોદીની તરફથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા આ સ્કીમ લોન્ચ કરવામાં આવશે.

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનને મિશન મોડમાં ચલાવવામાં આવશે અને કેન્દ્ર સરકારના 12 મંત્રાલય આમાં જોડાશે. આ સ્કીમમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય, પંચાયતી રાજ, સડક પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલય, ખનન મંત્રાલય, પેયજળ તેમજ સ્વચ્છતા મંત્રાલય, પર્યાવરણ, રેલ મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલય, સીમા સડક વિભાગ, ટેલિકોમ વિભાગ તેમજ કૃષિ મંત્રાલય ને આની સાથે જોડવામાં આવ્યા છે.

એટલું જ નહીં આનાથી આગળ વધતા મોદી સરકાર રાષ્ટ્રીય રોજગાર નીતિ તૈયાર કરવા પર કામ કરી રહી છે. તેની હેઠળ 50 કરોડ લોકોને સંગઠિત રોજગાર થી જોડવાનું કામ કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોત એ કોરોના સંકટથી સામનો કરવા માટે કેટલાક ઉપાય બતાવ્યા છે, જેની હેઠળ રાષ્ટ્રીય રોજગાર નીતિ તૈયાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *