કોરોના કાળમાં PM મોદીની આ યોજના હેઠળ ફક્ત 12 રૂપિયામાં મળશે ₹2 લાખનો મરણ વીમો, જાણો અહીંયા

By | July 13, 2020

જો તમે કુટુંબને આર્થિક સુરક્ષા આપવા માટે ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન લેવાનું વિચારી રહ્યાં હો પરંતુ પ્રાઇવેટ કંપનીઓનું વીમા કવર તમને પોસાતું ન હોય તો તમે તમે સરકારી યોજનાનો લાભ લઈ શકો છો. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBJ)માં તમને ખૂબ જ ઓછી કિંમતમાં 2 લાખ રૂપિયા સુધીનો ટર્મ ઇન્શ્યોરન્સ મળશે. અહીં તમને આ બંને યોજનાઓ વિશે જણાવવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના
1 રૂપિયામાં મળશે 2 લાખ રૂપિયાનું કવરઃ 
આ યોજના હેઠળ સરકાર દર મહિને માત્ર 1 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો ડેથ ઇન્શ્યોરન્સ આપે છે. આ યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2016માં શરૂ કરી હતી. યોજના અંતર્ગત દર મહિને 1 રૂપિયાના આધારે 12 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર અનેક પ્રકારના કવર મળે છે. આ રકમ તમારા લિંક્ડ બેંક ખાતામાંથી દર મહિને કાપવામાં આવે છે. આ અંતર્ગત 2 લાખ રૂપિયાનું કવર મળે છે. તેમજ, વિવિધ સંજોગોમાં એક લાખ રૂપિયા મળે છે.

અરજદારનું બેંક ખાતું હોવું આવશ્યક છે: પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) ફોર્મ ઓનલાઇન અથવા બેંકમાં જઈને ભરી શકાય છે. તમે કોઈપણ બેંક દ્વારા આ વીમો લઈ શકો છો. પબ્લિક સેક્ટર સાથે પ્રાઇવેટ બેંકોએ પણ તેમની વેબસાઇટ પર આને લગતી સંપૂર્ણ માહિતી આપી છે. યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે. નાણાં સીધા બેંક ખાતામાંથી ડેબિટ થાય છે.

અકસ્માતથી મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા મળશેઃ અકસ્માતમાં કાયમી સંપૂર્ણ અપંગતા એટલે કે બે આંખ અથવા બે હાથ અથવા પગ જતા રહે તો 2 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. અકસ્માતમાં કાયમી આંશિક અપંગતા જેવા કે એક આંખમાં દૃષ્ટિ ગુમાવવી અથવા એક હાથ અથવા એક પગનો ઉપયોગ ન થઈ શકે તેવી સ્થિતિમાં રૂ.1 લાખ ચૂકવવામાં આવશે

લાભ કોણ મેળવી શકે: અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. તેમજ, આ વીમો મહત્તમ 70 વર્ષ સુધી લઈ શકાય છે. યોજના સંબંધિત વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
બીમાધારકના મૃત્યુ પર 2 લાખ રૂપિયા મળે છેઃ 
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) હેઠળ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન આપવામાં આવે છે. તેમાં રોકાણ કર્યા પછી જો કોઈ વ્યક્તિ કોઈ રોગ અથવા અકસ્માતને કારણે મૃત્યુ પામે તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ યોજના મે 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. સંબંધિત વ્યક્તિનું બેંક ખાતું હોવું જોઈએ. પોલિસીધારકે વાર્ષિક 330 રૂપિયા જમા કરાવવા પડે છે. આ રકમ દર વર્ષે સંબંધિત વ્યક્તિના બેંક ખાતામાંથી સીધી કાપવામાં આવશે. 18થી 50 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.

કવર પિરિઅડ 1 જૂનથી 31 મેનો છે: તેનો કવર પિરિઅડ 1 જૂનથી 31 મે સુધીનો છે. આનો અર્થ એ છે કે PMJJBY પોલિસી કોઈપણ તારીખે ખરીદવામાં આવી હોય પ્રથમ વર્ષ માટે તેનું કવરેજ આવતા વર્ષે 31મે સુધી રહેશે. આમાં રિસ્ક કવર સ્કીમમાં એનરોલમેન્ટ કરાવ્યા પછીના 45 દિવસ પછી જ મળે છે.

મેડિકલ ટેસ્ટ જરૂરી નહીઃ આમાં વીમો ખરીદવા માટે કોઈ મેડિકલ ટેસ્ટની જરૂર નથી. તમારા બેંક ખાતામાંથી પ્રીમિયમ રકમ કાપવામાં આવે ત્યારથી તમને આ સુવિધા મળવાનું શરૂ થશે.

લાભ ક્યાંથી લઈ શકાય: આ સ્કીમ LIC સાથે જ બીજી પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ બેંકમાં જઈને પણ તેની માહિતી મેળવી શકે છે. ઘણી બેંકોમાં બીમા કંપનીઓ સાથે ટાઇઅપ પણ હોય છે. આને લગતી વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ટર્મ પ્લાન એટલે શું?
ટર્મ પ્લાનમાં બીમા કંપની પોલિસીધારકના મૃત્યુ પછી જ બીમા રકમ ચૂકવે છે. જો પોલિસી લેનાર વ્યક્તિ સમય પૂરો થયા પછી પણ સ્વસ્થ રહે તો તો તેને કોઈ લાભ નથી મળતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *