સાઉથની ફેમસ એક્ટ્રેસ રામ્યા કૃષ્ણનને લઈને મોટી ખબર આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ‘બાહુબલી’ ફેમની ગાડીમાંથી દારૂની બોટલો નો મોટો જથ્થો પોલીસને હાથ લાગ્યો છે. ત્યારબાદ એક્ટ્રેસના ડ્રાઈવરને પોલીસે પકડી લીધો છે. જ્યારે સ્પોટબોય ની રિપોર્ટ મુજબ પોલીસે જ્યારે ગાડી પકડી, ત્યારે રામ્યા અને તેમની બહેન વિણ્યાં બંને ગાડીમાં જ હાજર હતા. ચેકિંગ દરમિયાન તેમની ગાડીમાંથી 96 બિયર અને 8 વાઈનની બોટલ મળી આવી.
દારૂની સ્મગલિંગ કરવાના આરોપમાં એક્ટ્રેસના ડ્રાઈવરને પોલીસે પકડી લીધો છે, સાથે જ રામ્યા અને તેમની બહેનને પણ અમુક સમય માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે lockdown ના કારણે તમિલનાડુના લગભગ દરેક જિલ્લામાં દારૂની દુકાન ખોલી દેવામાં આવી છે, પરંતુ ચેન્નઈમાં હજી સુધી દારૂની દુકાન બંધ છે. જેને કારણે લોકો બીજા જિલ્લામાં જઈને શરાબ ખરીદી રહ્યા છે.
એક્ટ્રેસ રામ્યા કૃષ્ણને સાઉથ ઈન્ડસ્ટ્રી સાથે સાથે બોલીવુડમાં પણ અનેક ફિલ્મો માં કામ કર્યું છે. જેમાં અમિતાભ બચ્ચન અને ગોવિંદા સ્ટારર ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’ પણ સામેલ છે. જોકે તેમને ફિલ્મ ‘બાહુબલી’એ ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી. આ ફિલ્મમાં રામ્યાએ રાજમાતા શિવગામી દેવીનો રોલ ભજવ્યો હતો. જેમણે બાહુબલીને બચાવો પોતાનો જીવ પણ આપી દીધો હતો.