મંત્રીના પુત્ર પ્રકાશ કાનાણીની કર્ફ્યૂ ભંગની ફરિયાદમાં અટકાયત બાદ જામીન

By | July 12, 2020

સુરતમાં (surat) ગતરોજ એક ઓડિયો વાયરલ (Viral audio) થયો હતો. જે મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવે (constable suniat yadav) ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા.  બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો (Prakash kanani) પ્રકાશ કાનાણી (son of Minister kumar kanani) આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી.આ મામલે વીડિયો વાયરલ (Viral video of sunita yadav) થયા બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં સુરતના એસીપી સીકે પટેલે તપાસના અંતે મંત્રીના પુત્ર પ્રકાશ અને તેના 6 મિત્રોની અટકાયત (Prakash kanni deatined) કરી હોવાની માહિતી આપી હતી. જ્યારે પોલીસ વિભાગ દ્વારા આ વાયરલ વીડિયોના મુદ્દે એલઆરડી સુનિતા યાદવે સામે ખાતાકીય તપાસનો આદેશ આપ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ વરાછા પોલીસ મથકના સર્વેલન્સ વિભાગના પીએસઆઈની તપાસ બાદ પ્રકાશ કાનાણી અને અન્ય 6 સામે કર્ફ્યૂ ભંગની ફરિયાદ (Complain of curfew violation) દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થતા જ પ્રકાશ કાનાણીની અટકાયત (Prakash kanani detained) કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

બનાવની વિગત એવી છે કે તરોજ સુરતના વરાછા વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ કર્મચારીએ તે વિસ્તરમાંમાંથી 10.30 વાગ્યે ગાડી પસાર થતા તેને અટકાવી હતી. જોકે આ ગાડીમાં પાંચ લોકો બેઠા હતા અને સાથે માસ્ક નહિ પહેર્યુ હોવાને લઈને તેમને જાણકારી આપી રહ્યા હતા ત્યારે આ ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા, અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રના મિત્ર હોવાનું કહીને મહિલા કર્મચારી સાથે અભદ્ર ભાષામાં વાત કરવા લાગ્યા હતા.

જોકે, મહિલા એલઆરડીએ આ મામલે તેમની સાથે તકરાર થતા વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સગરને જાણ કરી હતી. મહિલા એલઆરડી સુનિતા યાદવે પીઆઈ સગર સાથેની વાતચીતનો ઑડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. દરમિયાન સુનિતા યાદવ અને કુમાર કાનાણીના દીકરાના મિત્રો વચ્ચે જે જલદ સંવાદ થયો હતો તેમાં યાદવે પોતે ખાખીધારી હોવાનો પરચો આપી દીધો હતો.

સોશિયલ મીડિયામાં આઇ સપોર્ટ સુનિતા યાદવ કેમ્પેન

દરમિયાન આ ઘટના અતિ વાયરલ થયા બાદ હવે સોશિયલ મીડિયાાં સુનિતા યાદવના સમર્થનમાં આઇ સપોર્ટ સુનિતા યાદવના ટેગ સાથે અભિયાન શરૂ થયું છે જેમાં સુરતની આ મહિલા કોન્સ્ટેબલની ફરજ નિષ્ઠા અને તેણે કરેલી કડક કામગીરીને વધાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *