દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પહેલા જ હોસ્પિટલે 90 હજાર ખંખેર્યા, ફક્ત ત્રણ દિવસનું બિલ લાખોમાં ફટકાર્યું

By | July 15, 2020

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે રાજકોટમાંથી એક સનસનીખેજ એહવાલ સામે આવ્યો છે. જેમાં રાજકોટની ખાનગી હોસ્પિટલની મનમાની સામે આવી છે. જેમાં ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાના દર્દીઓ પાસેથી ચલાવાતી ઉઘાડી લૂંટનો કિસ્સો સામે આવ્યો છે.

દર્દીઓ પાસેથી ચલાવાતી ઉઘાડી લૂંટનો કિસ્સો સામે આવ્યો

રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલે મહિલા દર્દીને ફક્ત 3 દિવસની સારવાનું દોઢ લાખ બિલ ફટકાર્યું છે. મહત્વની વાત એ છે કે હોસ્પિટલે મહિલા દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તે પહેલા જ તેમની પાસેથી 90 હજાર રૂપિયા લઇ લીધા.

મહિલા દર્દીના સ્વજનોએ જિલ્લા કલેક્ટરને જાણ કરી

સમગ્ર મામલે હવે મહિલા દર્દીના સ્વજનોએ જિલ્લા કલેક્ટરને જાણ કરી છે. દર્દીઓના સ્વજનોએ કહ્યું કે અમે હવે રૂપિયા ભરવા માટે સક્ષમ નથી. તો હોસ્પિટલના સત્તાધીશો પણ પહેલા હોસ્પિટલ ટ્રાન્સફરની પરમિશન લાવવા માટે જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *