આ કારણે અમિત શાહને કોરોના નેગેટિવ આવ્યા પછી ફરીથી દાખલ કરવામાં આવ્યા

By | August 20, 2020

પોતાના મજબૂત મનોબળથી કોરોનાને હરાવનાર ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે ફરીથી થાક અને શરીરમાં દુખાવાની સમસ્યા સાથે હોસ્પિટલ પરત ફર્યા, પરંતુ આ સમસ્યાનો સામનો કરનાર તેઓ એકલા નથી.

દિલ્હીના ડોક્ટરોએ જણાવ્યું કે, કોરોનાથી સ્વસ્થ થઇ ચૂકેલા લગભગ પાંચ ટકા દર્દીઓ તાવ, થાક અને શ્વાસની તકલીફ સાથે ફરીથી હોસ્પિટલ પહોંચી રહ્યાં છે.

નોઈડા સ્થિત મેક્સ હેલ્થકેરના પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ પલ્મોનોલોજી ડો.શરદ જોશીએ જણાવ્યું હતું કે, “અમારી પાસે મોટી સંખ્યામાં આવા દર્દીઓ છે જે કોવિડ-19 સાથે જોડાયેલી ગૂંચવણ સામે ઝઝૂમી રહ્યાં છે. આમાં લાંબા સમય સુધી રહેનાર જીણો તાવ, જે ઘણી વખત બેથી ત્રણ સપ્તાહ સુધી સતત આવતો રહે છે, શ્વાસની તકલીફ, શરીરમાં દુખાવો, સાંધાનો દુખાવો, મહિનાઓ સુધી રહેનાર માંસપેશિઓનો દર્દ, ભૂખ ઓછી લાગવી, ભોજનના સ્વાદનો અભાવ વગેરે સામેલ છે.”

તેમણે જણાવ્યું કે, ‘એવા દર્દીઓ, જેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી રજા આપવામાં આવી, તેમાંથી લગભગ પાંચ ટકા આવી જ સમસ્યાઓ સામે આવવાના કારણે ફરીથી હોસ્પિટલ પહોંચે છે.’

ફોર્ટિસ હોસ્પિટલ, શાલીમાર બાગના ડિરેક્ટર અને પલ્મોનોલોજી વિભાગના વડા ડો. વિકાસ મૌર્યાએ જણાવ્યું હતું કે, ‘હોસ્પિટલોમાં પાછા ફરતા મોટાભાગના દર્દીઓ એવા છે જેઓ ભૂતકાળમાં કોરોનાથી ગંભીર રીતે અસરગ્રસ્ત હતા.’

એવા દર્દીઓ, જેમને કોવિડની સારવાર દરમિયાન આઈસીયૂમાં રહેવું પડ્યું હતું, તેમનો ઉલ્લેખ કરતાં તેમને કહ્યું કે, 40 ટકા દર્દીઓમાં એક વખત સ્વાસ્થ્ય થયા પછી પણ શ્વાસ લેવામાં મુશ્કેલી, ખાંસી અને થાકની સમસ્યા આવી.

જો કે, સરકારી હોસ્પિટલના એક ડોક્ટરે કહ્યું, “આના ઉપર હાલમાં કંઇ કહેવું ઉતાવળ ગણાશે.” તેમને આગળ કહ્યું, આ ચોમાસાના વાતાવરણમાં આવી રીતની ફરિયાદો મોટાભાગે આવતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *