કોરોના અંગે ચેતવણી : તો આવા લોકોને કોરોનાનો ચેપ જલદી લાગે છે, ભારતમાં આવા લોકો લગભગ દરેક ઘરમાં છે

By | June 9, 2020

વૈજ્ઞાનિકોનું માનવું છે કે માથા પર વાળ વગરના ગંજા લોકો માટે કોરોનાવાયરસ નું જોખમ સૌથી વધારે હોઈ શકે છે. અને તેમના મૃત્યુની સંભાવના પણ વધારે હોઈ શકે છે. વાળ ખરવા માટે એન્ડ્રોજન હોર્મોન્સ જવાબદાર છે. આ હોર્મોનના લોકોમાં કોરોનાવાયરસ ના ઘણા ખરાબ કિસ્સાઓ જોવા મળ્યા છે.

યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર અને સંશોધક વડા કાર્લોસ વૈમ્બિયરે બ્રિટિશ ટેલિગ્રાફ ને કહ્યું હતું કે, અમને લાગે છે કે ટાલ પડવી એ કોના ગંભીર ભયના લક્ષણોનું એક સંકેત છે. અગાઉ ઘણા આંકડાઓ બહાર પડ્યા છે જેમાં કોરોના થી બીમાર પડેલા પુરુષોની મૃત્યુની સંભાવના સ્ત્રીઓ કરતાં વધુ છે.

પ્રોફેસર આગળ જણાવતા કહ્યું કે હાઈડ્રોજન શરીરમાં હોય તો કોરોનાવાયરસ માટે પ્રવેશદ્વાર તરીકે વર્તે છે. પ્રોફેસર સ્પેનમાં આ અંગેના બે અભ્યાસ કર્યા છે. બંનેમાં તારણ મળ્યું કે હોસ્પિટલમાં દાખલ કોરોના પીડિતોમાં ટાલ વાળા લોકોનું પ્રમાણ વધુ છે. મેડ્રિડની ત્રણ હોસ્પિટલમાં દાખલ થયેલા 122 લોકો માંથી પોઝિટિવ આવેલા 79 લોકોના માથામાં ટાલ હતી. આ રિપોર્ટ અમેરિકન એકેડમી ઓફ ડર્મેટોલોજી જર્નલમાં પ્રકાશિત થયું છે.

સ્પેનમાં આવા જ બીજા અભ્યાસમાં જોવા મળ્યું કે કોરોનાના 41 દર્દીઓમાંથી 71 ટકા દર્દી એવા હતા કે જેમને માથામાં ટાલ હતી. જેનાથી સ્પષ્ટ થયું છે કે કોરોના થી બચવા ટાલ વાળા લોકો વધુ તકેદારી રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *