અહીં ફ્કત 2 જ દિવસમાં આવશે કોરોનાની વેક્સીન, ખર્ચ પણ સરકાર ભોગવશે

By | August 10, 2020

WHO ના જણાવ્યા મુજબ હાલ ભારતમાં 21થી પણ વધારે કોરોના વાયરસ રસીનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. ભારત, બ્રિટેન, રશિયા, અમેરિકા અને ચીન જેવા દેશો કોરોનાની વેક્સીન બનાવવાના કામમાં લાગી ચૂક્યા છે. રશિયાના દાવાના આધારે વેક્સીનને માટે હવે ફક્ત 2 જ દિવસોની રાહ જોવી પડશે. 12 ઓગસ્ટથી રશિયામાં વેક્સીનની નોંધણી કરાશે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયથી મળતી માહિતી અનુસાર ગમલેયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે આ વેક્સીન શોધી કાઢી છે. કોઈ તકલીફ ન આવે તો આ વેક્સીન જલ્દી જ લોકો સુધી પહોંચશે.

રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોના દાવા મુજબ રશિયાને કોરોના વેક્સીનના ટ્રાયલમાં સફળતા મળી છે તેમજ ઓક્ટોબર મહિનાથી દેશમાં મોટા પાયે વેક્સીનેશન શરૂ કરી દેવામાં આવશે. તેઓએ પોતાના દેશના નાગરિકોને રાહત આપતા કહ્યું કે આ વેક્સીનનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. નાગરિકોએ ખિસ્સામાં હાથ નાખવાનો આવશે નહીં.

12 ઓગસ્ટે નોંધાશે દુનિયાની પ્રથમ કોરોના વેક્સીન

તો બીજી તરફ રશિયાના ઉપ સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદનેવ મુજબ વેક્સીનનું ત્રીજું ટ્રાયલ ચાલી રહ્યું છે અને તે મહત્વનું છે. તેઓએ વેક્સીન વિશે જણાવતાં કહ્યું કે તેનો ખ્યાલ તો ત્યારે જ આવશે જ્યારે મોટા પ્રમાણમાં લોકોમાં રોગ પ્રતિરોઘક ક્ષમતા વિકસિત થશે. આ સાથે તેઓએ કહ્યું કે 12 ઓગસ્ટે દુનિયાની પહેલી કોરોના વેક્સીનની નોંધણી કરવામાં આવશે. આ પહેલાં પણ રશિયાએ વેક્સીનને લઈને દાવો કર્યો હતો કે ક્લિનિકલ ટ્રાયલના સમયે જે લોકોને આ વેક્સીન આપવામાં આવી હતી તેઓમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ છે. તેનાથી કહી શકાય કે આ વેક્સીન કારગર સાબિત થશે. 

જો કે રશિયાના આ દાવા પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. બ્રિટેન અને અમેરિકા સહિત અનેક અન્ય દેશોના વિશેષજ્ઞ આ વેક્સીનની સુરક્ષા અને કાર્યક્ષમતા પર પ્રશ્નો કરી રહ્યા છે. બ્રિટેને તો રશિયાની વેક્સીનનો ઉપયોગ કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે. કારણ છે કે રશિયાએ આ વેક્સીનના પરીક્ષણનો કોઈ સાયન્ટિફિક ડેટા જાહેર કર્યો નથી. હવે અન્ય દેશ ભલે શંકા કરે પણ રશિયાને પોતાની વેક્સીનને લઈને કોઈ શંકા નથી. આ જ કારણે ઓક્ટોબરથી વેક્સીનેશન શરૂ કરવાની વાત કરી રહ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *