વિશ્વની પ્રથમ કોરોના વેક્સિન રશિયા ભારતને બદલે આ દેશને આપશે…

By | August 26, 2020

હાલ વિશ્વમાં કોરોના વાયરસની પ્રથમ વેક્સિન રજીસ્ટર કરનાર દેશ રશિયા છે. પરંતુ રશિયાની આ વેક્સિન પર વૈજ્ઞાનિકો દ્વારા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તેણે એશિયા, યુરોપ અને અમેરિકા ખંડના તમામ દેશોને પાછળ રાખીને રસી બનાવવામાં જબ્બર સફળતા મળી છે. એવામાં રશિયા ભારતનો મિત્ર દેશ હોવાને કારણે ભારતને પણ આ રસી જલ્દી મળે તેવી ભારતીઓમાં આશા છે. પરંતુ રશિયા તેની રસી સ્પુટનિક વીને બેલારુસને પહોંચાડવા જઈ રહ્યું છે. બેલારુસ રશિયન રસી મેળવનાર પ્રથમ દેશ હશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોને ફોન પર વાતચીત દરમિયાન રસીનો પ્રથમ બેચ મોકલવાની ખાતરી આપી છે. બેલારુસમાં સરકાર વિરોધી પ્રદર્શન પણ ચાલી રહ્યું છે. અહીંની સરકાર વિરોધ ટાળવા માટે રસીનું રાજકારણ રમી રહી છે. ભારતમાં પણ રશિયાની રશી માટે માંગણી કરી હતી પણ તે રશિયાએ સ્વિકારી નથી કારણ કે ભારત હવે રશિયાનું મિત્ર રહેવાના બદલે અમેરિકાનું આશ્રયદાતા બની ગયું છે.

તે જ મહિનામાં બેલારુસમાં ચૂંટણીઓ યોજાઇ હતી જેના પરિણામો પછી પ્રમુખ એલેક્ઝાંડર લુકાશેન્કો ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે. અહેવાલ મુજબ, પુતિને એલેક્ઝાંડર લુકાશેન્કો સાથે દેશની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી અને તેમને કોરોના રસી મોકલવા કહ્યું હતું. જો કે, બેલારુસમાં સ્વયંસેવકોને રસી પૂરવણી આપવામાં આવશે.

રશિયા હાલમાં આ રસીના ત્રીજા રાઉન્ડનું પરીક્ષણ કરી રહ્યું છે. ત્રીજા રાઉન્ડની કસોટી પહેલા જ રશિયાએ રસીને સફળ જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે કોરોના શરૂ થઈ ત્યારે બેલારુસના રાષ્ટ્રપતિ, એલેક્ઝાંડર લુકાશેન્કોએ રોગચાળાને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો. બેલારુસમાં અત્યાર સુધીમાં 70 હજારથી વધુ કોરોના કેસ સત્તાવાર રીતે નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *