રાજસ્થાનમાં 27 ધારાસભ્યો BJP પોઝિટિવ : શું રાજસ્થાનમાં પણ થશે મધ્યપ્રદેશ વાળી?

By | July 13, 2020

રાજસ્થાનમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાનો તીવ્ર સત્તા સંઘર્ષ સામે આવી રહ્યો છે, ઉલ્લેખનીય છે કે અશોક ગહેલોતની સરકાર અલ્પમતમાં હોવાનો દાવો નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ દ્વારા કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સચિન પાયલટ આજે ભાજપમાં જોડાઈ શકે છે. આ સાથે તેમમે પોતાની સાથે 30થી વધુ ધારાસભ્યો હોવાનો પણ દાવો કર્યો છે.

પાયલટ સહિત 27 જેટલા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં

તેમણે જણાવ્યુ હતુ કે, મારી સાથે અપક્ષના ધારાસભ્યો પણ છે. મળતી માહિતી પ્રમાણે પાયલટ સહિત 27 જેટલા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. મહત્વપૂર્ણ છે કે, રવિવારે પાયલટે દિલ્હીમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજસ્થાનના રાજકારણમાં સૌથી મોટો ઉફાળો આવ્યો છે.

ગેહલોત સરકારને બચાવવા કોંગ્રેસ એક્ટિવ

રાજસ્થાન કોંગ્રેસના ઈન્ચાર્જ અવિનાશ પાંડેએ રાજસ્થાનમાં ગહેલોત સરકાર પર કોઈ સંકટ ન હોવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પાસે 109 ધારાસભ્યો છે. રાજસ્થાનમાં અશોક ગહેલોતની સરકાર મજબૂત છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો કોંગ્રેસ સાથે છે. અને રાજસ્થાનની સરકાર સ્થિર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *