Sony એ 10 હજાર રૂપિયાની કિંમતમાં લૉન્ચ કર્યું Reon Pocket AC :-
જાપાનની કંપની Sony એ પોતાના ગ્રાહકો માટે ખાસ એરકન્ડિશનર તૈયાર કર્યું છે, જે મોબાઇલ ફોનથી પણ નાનું છે. એટલું જ નહીં એને આપણે કપડાંમાં પણ ફીટ કરી શકીએ છીએ. Sony એ એર કન્ડીશનર નું નામ Reon Pocket રાખ્યું છે. આ AC ની ખાસિયત એ છે કે ગરમીમાં ઠંડક અને ઠંડીમાં ગરમ હવા આપે છે. એના સિવાય તમે આ AC ને તમે તમારા મોબાઈલ ફોનથી કંટ્રોલ કરી શકો છો.

2 કલાક ચાર્જ કર્યા પછી આખો દિવસ વાપરી શકાય :-
Reon Pocket AC માટે Sony એ ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ AC ને નાની બેગમાં અથવા ગરદનની પાછળ પણ રાખી શકો છો. એટલું જ નહીં આ AC ને ઈનર વેઅર ની સાથે પણ પહેરી શકાય છે. AC ના ટેમ્પરેચર ને મોબાઈલ ના એપથી કંટ્રોલ કરી શકાય છે.
AC ને મોબાઇલથી કંટ્રોલ કરી શકાય છે :-
આ AC ને પેલિટયર એલિમેન્ટ બનાવવામાં આવ્યું છે, જે બહુ જલ્દીથી ગરમ અને ઠંડુ થાય છે. આ એલિમેન્ટ નો વપરાશ કાર કુલર અને વાઈન કૂલરમાં થાય છે, કારણ કે તેમાં ઓછો પાવર લાગે છે. આ સ્માર્ટ AC ની બેટરી ને બે કલાકના ચાર્જિંગ બાદ આખો દિવસ વાપરી શકાય છે અને તેમાં કનેક્ટિવિટી માટે બ્લુટુથ 5.0 LE કનેક્ટેડ ફિચર આપવામાં આવ્યું છે જે ફોનને સપોર્ટ કરે છે. અત્યારે આ AC માત્ર પુરુષો માટે ઉપલબ્ધ છે.

10,000 થી ઓછી છે કિંમત :-
Sony ના Reon Pocket AC ની કિંમત 14,080 યેન(લગભગ 9000 રૂપિયા) છે, જેમાં એક ઈનર વેઅર છે. એક ઈનેર વેઅર કન્ડિશનર અને 5 ઈનેર વેઅર વાળા પેક ની કિંમત 19,030 યેન (લગભગ 12,100 રૂપિયા) છે. અત્યારે આ AC ને ભારત માં મૂકવા માં આવ્યું નથી.