વડતાલના દેવપક્ષના જ્ઞાનજીવનદાસ સ્વામીએ કુમાર કાનાણી પર સીધું નિશાન સાધતા નિવેદન આપ્યું

By | July 14, 2020

સુરતમાં આરોગ્ય મંત્રીના પુત્ર પ્રકાશ કાનાણીને કાયદાના પાઠ ભણાવનાર કોન્સ્ટેબલ સુનિતા યાદવનો મુદ્દો દિવસેને દિવસે વધુ ચગી રહ્યો છે અને નાટ્યાત્મક રીતે તેમાં નવું નવું બહાર પણ આવતું જાય છે. ત્યારે લેડી સિંઘમ સુનીતા યાદવના મુદ્દે બોટાદના જ્ઞાનજીવનદાસ સ્વામીનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે.

આ સ્વામીએ પ્રકાશ કાનાણી અને સુનિતા યાદવ વિવાદમાં નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. જ્ઞાનજીવનદાસએ જણાવ્યું કે કાયદો રાજકારણના લીધે છોડી દેશે. પણ કોરોના કાનાણીને નહીં છોડો. વડતાલ દેવપક્ષના વડા કુંડળના સ્વામીના આ નિવેદનથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

સ્વામીએ ભાજપના ધારાસભ્ય કુમારકાનાણીના પુત્ર ઉપર સીધા જ પ્રહાર કરતા કહે છે કે કાયદો રાજકારણના લીધે છોડી દેશે, પણ તેને કોરોના નહિ છોડે. તમને જણાવી દઈએ કે અવાર નવાર ચર્ચાસ્પદ નિવેદનો માટે વડતાલના જ્ઞાનજીવનદાસ સ્વામી જાણીતા છે.

 જ્ઞાનજીવનદાસ સ્વામીનું મહત્વપૂર્ણ નિવેદન:

વડતાલના જ્ઞાનજીવનદાસ સ્વામીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, જેટલા ધારાસભ્યો છે તેની શરમ પોલીસને ભરવી પડે. ધારાસભ્યોના દીકરા, સંગાસંબંધીઓ ગમે તે તોફાન કરે,નિમય પાળે કે ના પાળે પણ પોલીસે તેને અટકાવાય નહીં. ધારાસભ્યોના છોકરાના ભાઈબંધને પણ નિયમ લાગું ન પડે કેમ કે તેના ભાઈબંધના પિતા ધારાસભ્ય છે. કોઈ આગેવાનીમાં કે કોઈ નેતામાં, મોટામાં હોય. પીએસઆઈના છોકરા, ડિએસપીના છોકરા આ બધાંને સામાન્ય પ્રજાને વર્તવું પડે તેવું વર્તવું ના પડે., કેમ કે એના બાપા બળે છે, એ લોકોનું ચાલતું હોય છે. ઘણું બધં ચાલતું હોય છે, ક્યારેક ક્યારેક એવાના છોકરાઓ નબળાના સંગે, ગુંડાના સંગે ગુંડાગીરીમાં ગયા હોય.એમનો બવ મોટો ત્રાસ હોય છે. તો પણ સમાજ તેમની શરમ ભરતો હોય છે, અને શરમ ભરવી પણ પડતી હોય છે. પણ કોરોના કોયનું રાખતો જ નથી. હો…રૂલ્સ બહારના નિયમો તોડો, રખડવા નીકળો.. ગમે તેમ કરો તો હજુ પોલીસ તમારા ઓળખીતા મોટા માણસો હોય તો તેની શરમ ભરે, એનાથી બીવે…પોતાની નોકરી બોકરીની ચિંતા કરીને તમને જવા દે. પકડી લીધા હોય તો પણ મૂકી દે.. પણ કોરોના ના મૂકે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *