તો આ રીતે વલ્લભભાઈ પટેલને મળ્યું હતું ‘સરદાર’ નું બિરુદ, જાણો બારડોલી સત્યાગ્રહનો ઈતિહાસ

By | June 12, 2020

બારડોલી સત્યાગ્રહ ભારતીય રાષ્ટ્રીય આંદોલન નું સૌથી સંગઠિ, વ્યાપક અને સફળ આંદોલન રહ્યું છે. આંદોલન સરકાર દ્વારા વધારવામાં આવેલા 30% કરના વિરોધમાં ચલાવવામાં આવ્યું હતું. બારડોલીના કલ્યાણજી અને કુંવરજી બંધુઓ તેમજ દયાળજી ખેડૂતોના સમર્થનમાં આવ્યા અને આંદોલન ચલાવ્યું હતું. પછી આંદોલનનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. સુરતના બારડોલી તાલુકામાં 1920માં ખેડૂતો દ્વારા કર ન ભરવા આંદોલન ચલાવ્યું હતું. આંદોલનમાં ફક્ત કુણબી પાટીદાર જ નહીં પરંતુ કલીપ રાજન જાતિના લોકો પણ જોડાયા હતા. સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકારી બ્રુમફિલ્ડ અને મેક્સવેલ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી, અંતે સરકારે ટેક્સ ઘટાડીને ૭.૩ ટકા કરી નાખ્યો અને આંદોલન સફળ બન્યું.

137 ગામ તેમજ 87 હજારની જનસંખ્યા વાળા બારડોલીમાં ખેડૂતોની મુખ્ય જાતિ કુણબી પાટીદાર ૧૯૦૮ થી જ કુવરજી અને કલ્યાણજી મહેતા ના નેતૃત્વમાં સંગઠિત થવા લાગી હતી. આ સંગઠનને ‘પાટીદાર યુવક મંડળ’ અને ‘પટેલ બંધુ’ નામની પત્રિકાઓ નું પ્રકાશન કર્યું. પાટીદાર ખેડૂતોની જમીન આદિવાસી લોકો ખેડતા, જેને ‘કલીપ રાજ’ પણ કહેવામાં આવે છે. બારડોલી સત્યાગ્રહ દરમ્યાન ‘કલીપરાજ’ આદિવાસીઓ નું નામ બદલીને ગાંધીજીએ ‘રાનીપરાજ’ રાખ્યું હતું.

વલ્લભભાઈનું નેતૃત્વ :-

4 ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી ખેડૂત સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું. સૌ પ્રથમ તેમણે વધેલા કરવેરા વિરુદ્ધ સરકારને પત્ર લખ્યો, પરંતુ સરકાર દ્વારા કોઈ સકારાત્મક ઉત્તર મળ્યો નહીં. પરિણામ સ્વરૂપ પટેલ ખેડૂતોને સંગઠિત કર્યા અને તેમને કર ન ભરવા અંગેની વાત કરી. બીજી બાજુ કોંગ્રેસના નરમ પંથી દળે સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી ના માધ્યમથી સરકાર દ્વારા ખેડૂતોની માંગ અંગેની તપાસ કરવા અનુરોધ કર્યો. બારડોલી સત્યાગ્રહ નામથી એક દૈનિક પત્રિકા પણ બહાર પાડવામાં આવી. બોમ્બે વિધાન પરીષદમાં ભારતીય નેતાઓ એ ત્યાગપત્ર આપી દીધો. બારડોલી સત્યાગ્રહ અંગેની વાતચીત બ્રિટનની સંસદમાં પણ થવા લાગી. વાઇસરોય લોર્ડ ઈર્વીને પણ બોમ્બે ના ગવર્નર વિલ્સનને આ મામલો જલ્દીથી ખતમ કરવા માટે નિર્દેશ કર્યો. જ્યારે સરદાર પટેલની ધરપકડ અંગે ની સંભાવનાને કારણે વેકલ્પિક નેતૃત્વ માટે ગાંધીજી 2 ઓગસ્ટ 1928ના રોજ બારડોલી પહોંચી ગયા.

મહિલાઓની પણ સફળ ભૂમિકા :-

મહિલાઓએ પણ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં મુંબઈ ની પાસે મહિલા મીઠુબેન પેંટીટ, ભક્તિવા, મણીબેન પટેલ, સુપુત્રી શારદા દેવી શાહ અને શાદારશાહના નામ નો પણ ઉલ્લેખ છે. વલ્લભભાઈ પટેલથી બારડોલીના લોકો ખૂબ પ્રભાવિત થયા હતા. આજ સત્યાગ્રહ દરમ્યાન પટેલને સરદાર ની ઉપાધિ આપવામાં આવી. સરકારે બ્રુમફિલ્ડ અને મેકસવેલ ને બારડોલી મામલે તપાસનો આદેશ આપ્યો. તપાસના રિપોર્ટમાં ૩૦ ટકા વધારવા માં આવેલું કર ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવ્યું. અંતમાં સરકારે કર ઘટાડીને 6.03 ટકા કરી દીધો. આ પ્રકારે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં બારડોલી ખેડૂત આંદોલન સફળતાપૂર્વક સંપન્ન થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *