પોતાની બહેન સાથે થયેલા અન્યાયે હાર્દિકને આંદોલન તરફ વાળ્યો, જાણો આંદોલન થી કાર્યકારી અધ્યક્ષ સુધીની સફર

By | July 12, 2020

રાજ્યમાં 8 વિધાનસભાની પેટાચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તેવામાં કોંગ્રેસે હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપી. કોંગ્રેસે હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે વરણી કરી છે. જ્યારે અમિત ચાવડાને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદે યથાવત રાખવામાં આવ્યા છે. વર્ષ 2015માં અનામત આંદોલનથી ચર્ચામાં આવેલો હાર્દિક પટેલે માત્ર પાંચ વર્ષમાં રાજકારણમાં મોટી જવાબદારી મેળવી લીધી છે. વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરથી પરોક્ષ રીતે રાજકારણમાં સક્રિય થયો હતો.

હાર્દિક પટેલનો જન્મ 20 જુલાઈ 1993માં વિરમગામના ચંદનનગરીમાં થયો હતો. હાર્દિકે પ્રાથમિક શિક્ષણ વિરમગામમાં દિવ્ય જ્યોત વિદ્યાલયમાં લીધો. સાતમાં ધોરણમાં પાસ થયા બાદ તે તેના પિતા ભરતભાઈ સાથે પાણીના કુવામાં નળ નાંખવાના વેપારમાં મદદ કરવા લાગ્યો હતો. વર્ષ 2010માં તેણે અમદાવાદની સહજાનંદ કોલેજમાંથી બીકોમ કર્યુ. કોલેજ કાળમાં તેણે વિદ્યાર્થી સંઘના મહાચચિવ પદની ચૂંટણીમાં ભાગ લીધો અને નિર્વિરોધ ચૂંટાઈ આવ્યો હતો. જૂલાઈ 2015માં તેની બહેન રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ મેળવવામાં નિષ્ફળ રહી તેને કારણે તેણે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરી હતી. અને પરોક્ષ રીતે રાજકારણની દુનિયામાં કદમ માંડ્યા. અને 12 માર્ચ 2019ના દિવસે હાર્દિક કોંગ્રેસમાં જોડાયો. તે દિવસે કોંગ્રેસના તત્કાલિક રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્દિકને ખેસ પહેરાવી કોંગ્રેસમાં એન્ટ્રી આપી હતી.

વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરથી સક્રિય થયેલા હાર્દિકે ગુજરાત સરકારના પાયા હચમચાવી દીધા હતા. અંતે તત્લાકીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને રાજીનામુ આપી દેવું પડ્યું હતું. રાજકારણમાં કારકીર્દી ચમકાવવા તેણે 13 માર્ચ 2019ના દિવસે કોંગ્રેસના હાથને સાથ આપ્યો. અને વિધિવત્ રીતે કોંગ્રેસમાં જોડાયો. તે સમયે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં એન્ટ્રી આપી હતી. હાર્દિક જ્યારે કોંગ્રેસમાં જોડાયો ત્યારે મહેસાણા જિલ્લાના પાટીદાર પ્રભુત્વવાળા દેવીનાપુરા ગામે હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ સાથે હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *