જાણો કઈ રીતે રાજસ્થાનના એક નાનકડાં ગામનો છોકરો પહેલા કોન્સ્ટેબલ અને પછી IPS અધિકારી બન્યો

By | June 5, 2020

હું રાજસ્થાન ના ઝુઝનુ જિલ્લાના દેવીપુરા ગામનો રહેવાસી છું. પિતાજી શ્રી લક્ષ્મણસિંહ ખેડૂત છે. અને માતા શ્રીમતી ચંદા દેવી ગૃહિણી છે. પાંચ ભાઈ-બહેનોમાં હું ત્રીજો છું. પ્રારંભિક શિક્ષણ ગામમાં થયું હતું. ભણતરમાં શરૂઆતથી જ સરેરાશ હતો, અગિયારમા ધોરણમાં પિતાજીએ સંસ્કૃત સ્કૂલમાં દાખલો લીધો, કેમકે સંસ્કૃત ભણ્યા પછી શિક્ષક બનવું આસાન હોય છે અને પિતાજી ચાહતા હતા કે હું શિક્ષક બની પરિવાર નો સહારો બનું.

સંસ્કૃત કોલેજમાં બી.એ ઓનસૅ કર્યા પછી હું સરકારી નોકરી માટે તૈયારી કરવાની શરૂ કરવા લાગ્યો. પરંતુ રાજસ્થાનમાં શિક્ષકની ભરતી, સેના ની ભરતી રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ ની ભરતીમાં હું અસફળ રહ્યો, ત્યારે ૨૦૦૯માં દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી નીકળી. મારો એક મિત્ર પહેલેથી જ દિલ્હી પોલીસ માં સિપાહી હતો, તેણે મને દિલ્હી આવીને કોચિંગમાં જોડાવાની કરવાની સલાહ આપી. દિલ્હી પોલીસ માં કોન્સ્ટેબલ ના પોસ્ટ પર મારી પસંદગી થઈ ગઈ. જે દિવસે મારુ કોન્સ્ટેબલ નું પરિણામ આવ્યું હતું, મેં મારા પિતાજીને મારી જિંદગીમાં સૌથી વધારે ખુશ જોયા હતાં.

બધા મધ્યમ વર્ગીય છોકરાઓની જેમ મારા પણ મનમાં વિચાર આવ્યો કે કાશ હું પણ આઇ.એ.એસ. અથવા આઇ.પી.એસ. હોત. થોડા દિવસ પછી મારુ સબ ઇન્સ્પેક્ટર નું પરિણામ આવ્યું, જેમાં પાસ થઈ ગયો. આ પરિણામે મારામાં આત્મવિશ્વાસ વધાર્યો અને મેં નિર્ણય લીધો કે હું પણ સિવિલ સેવા ની તૈયારીઓ કરીશ.

મેં એસ.એસ.સી. નુ પેપર આપ્યું. ટ્રેનિંગ માંથી પાસ આઉટ થયા બાદ એક વર્ષ માટે મને દિલ્હીના સંગમ વિહાર પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મળી. ત્યાં બધાં સબ ઇન્સ્પેક્ટર દિવસના ૧૫-૧૬ કલાક કામ કરતા હતા, પોલીસ સ્ટેશનમાં આવીને ભણતર માંથી મન ઉડી ગયું. ૧૦-૧૧ મહિના પછી મારુ એસ.એસ.સી.નું પરિણામ આવ્યું અને મને કેન્દ્રીય ઉત્પાદક અને સીમા શુલ્ક, કેરળ મળ્યું હતું. મેં બે મહિનામાં દિલ્હી પોલીસ થી રાજીનામું આપી દીધું અને કેરળમાં કાર્ય શરૂ કર્યું.

કેરળ આવ્યાં પછી થોડો વધારે સમય ભણતરને આપવા લાગ્યો, પરંતુ હિન્દી માધ્યમના મટીરીયલ માટે દિલ્હી જવું પડતુ હતું, સાથે જ એકલા તૈયારી કરવાના કારણે હું ઉદાસ થઇ જતો હતો. મેં ફરીથી એસ.એસ.સી.ની પરીક્ષા આપી, આ વખતે મારુ સારું પરિણામ હોવાના કારણે મને દિલ્હીમાં આયકર નિરીક્ષણ મળ્યું. ફેબ્રુઆરી ૨૦૧૪માં હું દિલ્હી જોડાયો.

દિલ્હી આવ્યા પછી મેં કેટલાક કોચિંગમાં ક્લાસીસ લીધા, પરંતુ તેમના ભણતરની રીત મને પસંદ ના આવી તેથી મે જાતે તૈયારી કરવાનું શરૂ કર્યું. ત્રણ પ્રયાસોમાં હું પ્રારંભિક પરીક્ષા પણ પાસ નહોતો કરી શક્યો. મારો આત્મવિશ્વાસ ઓછો થવા લાગ્યો હતો, બધી શક્તિ લગાવ્યા બાદ પણ કાંઈ પરિણામ નહોતું આવી રહ્યું.

આ દરમિયાન ઘરના લોકો લગ્ન માટે દબાણ કરવા લાગ્યા, જો કે મારી સગાઈ ૨૦૧૨માં થઈ ગઈ હતી તેથી ૨૦૧૫માં મારા લગ્ન થઈ ગયા. લગ્ન પછી મારી પત્ની અને મારા એક મિત્રએ મને આગળ પ્રયાસ કરવા માટે ના તો ફક્ત પ્રોત્સાહિત કર્યો, પરંતુ હંમેશા મારી હિંમત પણ વધારી, મારી ખામીઓ દૂર કરવામાં મારી મદદ કરી. ૨૦૧૬ માં મને મુલાકાત માટે બોલાવવામાં આવ્યો. પાછું એ જ થયું, અંતિમ પરિણામ માં ૮ નંબર માટે બહાર થઇ ગયો. ૩૧ મે નાં દિવસે પરિણામ આવ્યું હતું, મેં નક્કી કરી લીધું હતું કે બસ હવે નહીં.

બે દિવસ સુધી એ જ વિચારતો રહ્યો કે પુસ્તકો પસ્તીમાં વેચી દઉં. એક દિવસ બપોરે મારા ઘરની બાલ્કનીમાં પસ્તીવાળાની રાહ જોતો હતો, કે પાછળથી પત્ની સુનીતા આવી અને બોલી,“આટલા દિવસ તૈયારી કરી છે, બસ ચાર મહિનાની વાત છે, એક વધારે વાર કોશિશ કરી જુઓ”. તેના આ વિશ્વાસે મારો વિચાર બદલ્યો અને મેં પૂરી મહેનતથી ફરી એક વાર પરીક્ષા માં બેસવાનો નિર્ણય લીધો.આ વખતે મેં મારા પાછલા પ્રયાસની ખામીઓ દૂર કરી અને અંતે ૫૭૪ અંક સાથે પસંદગી થઈ.

મારી આસપાસના ૧૫ ગામમાં આજ સુધીની મારી પહેલી પસંદગી હતી. જ્યારે હું ઘરે ગયો ત્યારે લગભગ ૨-૩ હજાર લોકો મારા સ્વાગત માં ઉભાં હતાં. મેં મારા આખા ગામ ની સાથે મળીને સફળતા ની મજા માણી.

મે હંમેશા મારી પસંદગી ને મારી સફળતા ન માનતા એક તક માની છે, જે મને તે લોકોના દુઃખ દૂર કરવામાં સક્ષમ બનાવશે, જેની પરેશાનીઓને મેં નજીકથી જાણી છે. અંતમાં હું એટલું જ કહીશ…

જિંદગીની અસલી ઉડાન હજી બાકી છે, જિંદગીની અસલી પરીક્ષા હજી બાકી છે, હજી તો મા પીછે મુઠ્ઠીભર ની જમીન અમે, હજી તો આખું આકાશ બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *