આર્થિક તંગીથી માંડીને ગૂગલના CEO બનવા સુધીની સુંદર પિચાઇની સંઘર્ષ ભરેલી કહાની

By | June 9, 2020

સુંદર પિચાઈએ પોતાની બેચલર ની ડીગ્રી IIT, ખડગપુર થી લીધી છે. તેમણે તેમના બેચમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. અમેરિકામાં સુંદરે એમએસ નું ભણતર સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કર્યું અને વોટૅન યુનિવર્સિટીથી એમબીએ કર્યું. પિચાઇને પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં સાઈબલ સ્કોલર તરીકે જાણવામાં આવતા હતા.

સુંદર પિચાઈએ 2004માં google જોઈન કર્યું હતું. એ સમયે તેવો પ્રોડક્ટને ઇનોવેશન ઓફિસર હતા. સુંદર સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બની ચૂક્યા છે. પાછલા વર્ષે તેમને ઓક્ટોબરમાં ગૂગલનાં સીનિયર વીપી બનાવ્યા હતા. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ના ડેવલોપમેન્ટ અને 2008માં લોન્ચ થયેલા ગૂગલ ક્રોમ માં તેમની મોટી ભૂમિકા છે.

આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં ન હારી હિંમત

આર્થિક તંગીમાં સુંદર પિચાઈ 1995માં સ્ટેનફોર્ડમા પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હતા. રૂપિયા બચાવવા માટે તેમને જૂની વસ્તુઓનો વપરાશ કર્યો, પરંતુ ભણતરમાં સમાધાન કર્યું નહીં. તેઓ પીએચડી કરવા માંગતા હતા, પરંતુ પરિસ્થિતિઓ એવી બની કે એક વાર તેમને પ્રોડક્ટ મેનેજર એપ્લાય મટીરીયલ્સ ઈંકમાં નોકરી કરવી પડી.

1 એપ્રિલ 2004માં તેઓ google માં આવ્યા. સુંદર નો પહેલો પ્રોજેક્ટ પ્રોડક્ટ મેનેજમેન્ટ અને ઇનોવેશન ની શાખા માં google ના સર્ચ ટુલબાર ને બહેતર બનાવી બીજા બ્રાઉઝરના ટ્રાફિકને google પર લાવવાનો હતો. આ દરમિયાન તેમણે સલાહ આપી કે ગુગલે પોતાનો બ્રાઉઝર લોન્ચ કરવું જોઈએ.

આ એક વિચારથી google સહસ્થાપક લેરી પેજ ની નજર માં આવી ગયા. આ વિચારથી જ તેમને પોતાની ઓળખાણ મળવાની શરૂ થઈ. 2008 થી લઇને 2013 સુધી સુંદર પિચાઈ ના નેતૃત્વમાં chrome ઓપરેટિંગ સિસ્ટમની સફળ લોન્ચિંગ થઈ અને તેના પછી એન્ડ્રોઇડ માર્કેટ પ્લેસ થી તેમનું નામ દુનિયાભરમાં થઈ ગયું.

આવી રીતે google ને પહોંચાવ્યું ટોચ પર

સુંદર એ જ google drive, gmail એપ અને google વિડીયો કોડેક બનાવ્યા છે. સુંદર દ્વારા બનાવાયેલા chrome ઓપરેટિંગ સિસ્ટમ અને એન્ડ્રોઇડ એપ ને તેમણે google ની ટોચ સુધી પહોંચાડ્યું છે. પાછલા વર્ષે એન્ડ્રોઇડ ડિવિઝન તેમની પાસે આવ્યું અને તેમણે google ના અન્ય વ્યવસાયો ને આગળ વધારવામાં પણ પોતાનું યોગદાન આપ્યું. પિચાઈની મદદથી જ google એ સેમસંગને ભાગીદાર બનાવ્યુ.

પ્રોડક્ટ મેનેજર ના રૂપમાં જ્યારે સુંદરે ગૂગલ જોઇન કર્યું હતું, તો ઇન્ટરનેટ યુઝર્સ માટે રિસર્ચ કર્યું. જેથી યુઝર્સ જે ઇન્સ્ટોલ કરવા માંગે તે ઝડપથી ઇન્સ્ટોલ થઈ જાય. જોકે આ કામ વધારે સારું નહોતું, તો પણ તેમણે પોતાને સાબિત કરવા માટે બીજી કંપનીઓ સાથે સારા સંબંધ બનાવ્યા, જેથી કરીને ટૂલબાર ને બહેતર બનાવી શકાય. તેમને પ્રોડક્ટ મેનેજમેન્ટ ના ડાયરેક્ટર બનાવી દીધા. 2011માં જ્યારે લેરી પેજ ગૂગલના સીઈઓ બન્યા તો તેમણે તરત જ પિચાઈને પ્રમોટ કરતા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બનાવી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *