2500 રૂપિયાની એન્જિનિયરિંગ ની નોકરી છોડી UPSCની તૈયારી શરૂ કરી, છઠ્ઠા પ્રયત્ને બન્યા IAS અધિકારી

By | June 15, 2020

જરૂરી નથી કે દરેક માણસ પહેલી કોશિશમાં સફળતા પામે છે, પરંતુ હાર ન માનવી જોઇને, વારંવાર કોશિશ કરતી રહેવી જોઈએ. આ વાક્ય કે. જયગણેશ આઇએએસ ઓફિસર ની જિંદગી પર ખૂબ લાગુ પડે છે. તેમણે છ વખત સિવિલ સર્વિસની પરીક્ષામાં નાપાસ થઈ ને હાર નહોતી માની. જણાવી દઈએ કે કે. જયગણેશના પરિવારની સ્થિતિ ખૂબ ખરાબ હતી અને આજ કારણે તેમને એક સમયે વેટર ની નોકરી કરવી પડી હતી. પરંતુ પોતાની મહેનત અને કાબેલિયત ના દમ પર તેમણે 156મો રેન્ક પ્રાપ્ત કરી આઈએએસ બનવાનું સપનું પૂરું કર્યું હતું. ચાલો અમે તમને જણાવીએ કે. જયગણેશ ના જીવન સાથે જોડાયેલી મહત્વની વાતો.

એન્જિનિયરિંગમાં લીધું હતું એડમિશન :- જણાવી દઈએ કે જય ગણેશ ખૂબ સાધારણ પરિવારથી આવે છે. તેમના પિતા ઘર ચલાવવા માટે ફેક્ટરીમાં કામ કરતા. જય ગણેશ નાનપણથી જ ભણતરમાં ખૂબ સારું પ્રદર્શન કરતા અને 12મા ધોરણમાં ૯૧ ટકા આવ્યા હતા. ત્યારબાદ તેમણે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. ભણતર પુરુ કર્યા બાદ એક કંપનીમાં નોકરી કરી, ત્યાં તેમને ફક્ત 2500 રૂપિયા મહિને પગાર મળતો હતો. જય ગણેશ ને લાગ્યું કે 2500 રૂપિયામાં તેમનું ઘર નહીં ચાલે અને તેમણે નોકરી છોડીને યુપીએસસીની તૈયારી કરવાનું શરૂ કર્યું.

શા માટે કરવી પડી હતી વેટર ની નોકરી :- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે જય ગણેશ યુપીએસસીની તૈયારી કરી રહ્યા હતા તો તેમની પાસે રહેવા ને ખાવા માટે પૈસા નહોતા અને આજ કારણે તેમણે એક હોટલમાં વેઇટર ની નોકરી કરવાનું શરૂ કરી દીધું. તેમણે આવું કરવા પાછળનું એક કારણ એ પણ આપ્યું કે તેમની એન્જિનિયરિંગની ડિગ્રી ને કારણે તેમને ક્યાંય નોકરી મળતી નહોતી.

જયગણેશ નો જન્મ ક્યાં થયો હતો :- કે. જયગણેશ નો જન્મ તમિળનાડુના અંબર માં સ્થિત એક નાનકડા ગામમાં થયો હતો. તેઓ 4 ભાઈ બહેન હતા. રિપોર્ટ્સ અનુસાર જયગણેશ પોતાનું ઘર ચલાવવા માટે એક નાની હોટલમાં વેઇટરની નોકરી કરતા હતા. તેઓ દિવસના સમયે વેઈટરનું કામ કરતા અને રાતે વાંચતા. પરંતુ તેમની મહેનત રંગ લાવી અને તેમનો આત્મવિશ્વાસ તેની સફળતાનું કારણ બન્યો. યુપીએસસીની પરીક્ષામાં તેમણે ૧૫૬ મો રેન્ક મેળવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *