ખેડૂત પરિવારની આ દીકરી પોતાની મહેનત પર ઓક્સફોર્ડ પહોંચી, પછી બની IPS અધિકારી

By | June 11, 2020

મારું નામ ઇલ્માં અફરોજ છે. સિવિલ સેવા પરીક્ષા માં 217 રેન્ક સાથે મને ભારતીય પોલીસ સેવામાં નોકરી મળી. મારુ ઘર ક્રસબા કુંદરકી, જિલ્લો મુરાદાબાદ માં છે. દુનિયાભરમાં મુરાદાબાદ પિત્તળનગર ના નામથી મશહૂર છે. અમારા અહીંયા ના કુશળ કારીગર બહુ મહેનત થી હસ્ત શિલ્પ બનાવે છે.મુરાદાબાદની ગલીઓમાં પ્રખ્યાત કારીગરો પાસેથી તેમની મનોરંજનમાં “સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ” નો પહેલો પાઠ શીખ્યા.

મારાં પિતા ખેડૂત છે. દર વર્ષે એપ્રિલમાં સ્કૂલનું નવું સત્ર શરૂ થાય છે. એપ્રિલમાં જ મારા પિતા સરકારી લેવી પર ઘઉંનો પાક આપતા હતા અને ત્યારબાદ તરત જ શહેરમાં જઈ ને મારા અને મારા ભાઈ માટે પુસ્તકો, પેન્સિલ લાવતા. મને ત્યારે MSP નું ફુલ ફોર્મ પણ ખબર નહોતી,પણ મારા પુસ્તકોનું બંડલ જરૂર આવી જતું હતું.

ક્યારેક કોઈ કામ માટે પિતા જિલ્લા કલેકટર અથવા SDM સાહેબ ના કાર્યાલય પર જતાં, તો હું પણ સાથે ચાલી જતી હતી. ગામડે ગામડેથી જરૂરતમંદ લોકોની ભીડ આવતી.

હું 14 વર્ષની હતી જ્યારે મારા પિતા નું અવસાન થયું હતું. મારી માતાએ મારા નાના ભાઈ અને મારી પરવરિશ જાતે કરી. તેમને ઘણી વાર સાંભળવા પડતું કે,”છોકરી ને એટલી માથે ન ચડાવો. આ તો જવાની વસ્તુ છે, બીજાના ઘરની થઈ જશે.”

માતાએ મને જીવનમાં સંઘર્ષ અને ખુબ મહેનત, લગન અને અતૂટ વિશ્વાસ થી પોતાના પગ નીચે ની જમીન શોધવાની, સતત આગળ વધવાની સીખ આપી છે. ફરિયાદ કરવી, ખામીઓ નીકાળવાની જગ્યાએ સમય અને પરિસ્થિતિ ની આંખોમાં આંખો નાંખીને સામનો કરતા શીખવાડ્યું છે. ખામીઓ, પડકાર ભલે ગમે એવું હોય, મારી માતા હંમેશા શીખવાડે છે કે, તારે અર્જુનની જેમ ફક્ત માછલીની આંખ જોવી જોઇએ.

એકવાર શિષ્યવૃત્તિના કામ થી હું બહાર ગઈ હતી. ઓફિસની બહાર ઊભેલા સફેદ વર્દી વાળા ઓફિસરે કહ્યું કે “કોઈક મોટાની સાથે જાઓ. છોકરા નું શું કામ?” હું સીધી અંદર જતી રહી. સ્કૂલના ગણવેશમાં એક વિદ્યાર્થીને જોઈને DM સાહેબ હસ્યા, મારા ફોર્મ પર હસ્તાક્ષર કર્યા અને કહ્યું,-“સિવિલ સેવા જોઈન કરી ઇલ્માં”.

દિલ્હી યુનિવર્સિટીના પ્રખ્યાત સેન્ટ સ્ટીફન કોલેજમાં મે દર્શનશાસ્ત્રમાં BA ઓનર્સ ની ડિગ્રી લીધી.

સેન્ટ સ્ટીફન કોલેજમાં હું દર શુક્રવારે બપોરે થવા વાળી દર્શનશાસ્ત્ર સમિતિ ની બેઠકો માં મેં જાતે પેપર લખી ને, વિષય વસ્તુ પર અદભૂત વિદ્વાનો પાસેથી શાસ્ત્રાર્થ કરવાનો અનોખો અનુભવ પ્રાપ્ત કર્યો. સેન્ટ સ્ટીફન કોલેજમાં દર્શન શાસ્ત્ર ની કક્ષામાં જૈન દર્શનના ‘અનેકાંતવાદ’ અને ‘સત્યવાદ’ ને વાચ્યું હતું. ઓક્સફર્ડ યુનિયનમાં વાદવિવાદ કરતાં, અહીંયા વિચારોની વિવિધતામાં, જીવનશૈલીની બહુમતીમાં ભારતીય દર્શન મેં આત્મસાત કરવાનો ફાયદો થયો. ભારતીય દર્શન માં મે ‘નિષ્કામ કર્મયોગ’ પણ ભણ્યું.

ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય, ઇંગ્લેન્ડના વુલ્પસન થી મે અનુસ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી. દુનિયા ભરથી આવેલા વિદ્યાર્થીઓના વિચારોનું આદાન પ્રદાન કરવાનું મેં ઓક્સફોર્ડ યુનિવર્સિટી માં શીખ્યું. તેના પછી ન્યૂયોર્ક સિટીમાં કાર્ય અનુભવ પ્રાપ્ત કર્યું.

મારા ભાઈના પ્રોત્સાહનથી મેં સિવિલ સેવા પરીક્ષા આપી. પુસ્તકાલય જાવું સારું રહે છે. મેં ફક્ત સેંટ સ્ટીફન કોલેજ માં વાંચેલા પુસ્તકો નું પુનરાવર્તન કર્યું. સિવિલ સેવા ની પરીક્ષા માં આપણી આસપાસની બનતી ઘટનાઓ પર નજર રાખવા થી ઘણી મદદ મળે છે.

સેંટ સ્ટીફન કોલેજ માં પહેલા દિવસે મેં સભાગૃહમાં મોટા અક્ષરે લખેલું વાચ્યું-“सत्यमेव जयते ननृतम”. આ કોલેજમાં મારું પેહલું લખાણ હતું અને હંમેશા મને માર્ગ દેખાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *